24 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

અરબ દેશમાં પ્રથમવાર કોઈ મહિલા બનશે પીએમ

  • અરબ દેશમાં પ્રથમવાર કોઈ મહિલા બનશે પીએમ
  • ‘નાજલા બૂદેન રમધાને’ બનશે ટ્યૂનીશિયાની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી
  • ટ્યૂનીશિયાના ઈતિહાસમાં પ્રથમવાર એક મહિલા પ્રધાનમંત્રી સરકારનું કરશે નેતૃત્વ
  • રાષ્ટ્રપતિ કૈસ સઈદે ‘નાજલા બૂદેન રમધાને’ને સરકાર બનાવવા કર્યા આમંત્રિત

ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને પદ પરથી હટાવ્યા અને સંસદ ભંગ થવાના બે મહિના બાદ એક મહિલાને નવી સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. અને નાજલા બૂદેન રમધાને હવે ટ્યૂનીશિયાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હશે. ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિ કૈસ સઈદે ચૂંટાયેલી સરકારને હટાવવા અને સત્તા પર પોતાની પકડ મજબૂત કરવાના લગભગ બે મહિના બાદ નાજલા બૂદેન રમધાને નામના મહિલાને પ્રધાનમંત્રીના રૂપમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

આ રીતે તે ટ્યૂનીશિયાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હશે. પોતાના ફેસબુક પર તેની જાહેરાત કરતા રાષ્ટ્રપતિએ એક નિવેદન જાહેર કરી કર્યુ- રાષ્ટ્રપતિ કૈસ સઈદે નાજલા બૂદેન રમધાનેને જલદી નવી સરકાર બનાવવા માટે નિયુક્ત કર્યા છે. કૈસ સઈદે એક વીડિયો સંદેશમાં કહ્યુ કે, ‘ટ્યૂનીશિયાના ઈતિહાસમાં પ્રથમવાર એક મહિલા પ્રધાનમંત્રી સરકારનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, દેશની સમસ્યાનો સામનો કરવા માટે એક મજબૂત પ્રતિબદ્ધતાની સાથે મળીને કામ કરીશું. એન્જિનિયરિંગના પ્રોફેસરથી પીએમ સુધી રિપોર્ટ પ્રમાણે નાજલા બૂદેન વિશે વધુ જાણકારી નથી, પરંતુ તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવે છે અને વર્લ્ડ બેન્ક માટે કામ કરી ચુક્યા છે. 63 વર્ષીય નાજલાનો જન્મ મધ્ય ટ્યુનિશિયાના કેરૌઆનમાં થયો હતો અને તે નેશનલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. 2011 માં તેમને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમને રાજકારણમાં ખાસ અનુભવ નથી. નાજલા રમધાને એવા સમયે ઉચ્ચ રાજકીય સ્થાન પ્રાપ્ત કરી રહી છે જ્યારે દેશ ગંભીર રાજકીય કટોકટીની પકડમાં છે. માત્ર બે મહિના પહેલા, રાષ્ટ્રપતિએ એકતરફી રીતે વડાપ્રધાન હિચિમે મેશીશીને બરતરફ કર્યા અને સંસદ ભંગ કરી દીધી હતી. અને રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિના પગલાને “બળવો” ગણાવ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: