12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

માસ પ્રમોશનના નિર્ણયના પગલે શિક્ષણ વિભાગે નીતિમાં કર્યો ફેરફાર

  • માસ પ્રમોશનના નિર્ણયના પગલે વર્ગદીઠ સંખ્યામાં કરાયો ફેરફાર
  • ધોરણ ૯ તેમજ ધોરણ ૧૧માં ૬૦ને બદલે બેસાડાશે ૭૫ વિદ્યાર્થીઓને
  • વર્ગદીઠ સંખ્યાનો સુધારો ૨૦૨૧-૨૦૨૨માં ધોરણ ૯ અને ધોરણ ૧૧ માટે રહેશે લાગુ
  • ૨૦૨૨-૨૩ માટે ધો.૧૦ અને ૧૨માં ૭૫ વિદ્યાર્થીને વર્ગમાં બેસાડવાની જોગવાઈ

કોરોનાને કારણે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માસ પ્રમોશન થતા ગુજરાત સરકારે વર્ગ ખંડ અને વિધાર્થીઓની સંખ્યાને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે. ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ માટેની હાલની જોગવાઈ મુજબ ૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતા વધારી ૭૫થી વધુ કરવામાં આવી છે. વર્ગ દીઠ સંખ્યાનો સુધારો ૨૦૨૧-૨૦૨૨માં ધોરણ ૯ અને ૧૧માં અને ૨૦૨૨-૨૦૨૩માં ધોરણ ૧૦ અને ૧૨ પુરતો સીમિત રહેશે.     

કોરોના મહામારીને કારણે  ઘોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશનને કારણે ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ધો.૧ થી ૮ અને ધો. ૯ થી૧૨માં આ વર્ષે માસ પ્રમોશન થતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશની મોટી સમસ્યા સર્જાવા પામી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધો.૯,૧૧ અને ધો.૧૦-૧૨માં વર્ગદીઠ વિદ્યાર્થી પ્રવેશની જોગવાઈમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ગરૂમમાં વિદ્યાર્થી માટે સગવડ હોય તેટલા વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાય પરંતુ વધુમાં વધુ ૬૦ વિદ્યાર્થીને જ પ્રવેશ આપી શકાય છે પરંતુ સરકારે માસ પ્રમોશનને લીધે આ જોગવાઈમાં મહત્વનો સુધારો કર્યો છે. ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ માટેની હાલની જોગવાઈ મુજબ ૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતા વધારી ૭૫ થી વધુ કરવામાં આવી છે. તો બીજી તરફ બીજી બાજુ સરકારે વિદ્યાર્થીઓ વધતા નાણાકીય,મહેકમ અને વિષય ભારણ નહી ભોગવવાની સ્પષ્ટતા કરી છે. વર્ગદીઠ સંખ્યાનો સુધારો ૨૦૨૧-૨૦૨૨ માં ધોરણ ૯ અને ધોરણ ૧૧માં અને ૨૦૨૨-૨૦૩૩માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૦ અને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પુરતો રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: