- કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને ચોટીલા કોર્ટમાં કરાયા હતા રજૂ
- કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવ્યા બાદ 21,6,2021 સુધી રિમાન્ડ મંજુર કર્યા
- અનિછીય બનાવ ન બને માટે ગોઠવાયો હતો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમરેલીના લુવરા ગામે બનેલ બનાવને લઈને ચોટીલાના સુરજદેવળ મુકામે કાઠી સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. જેમાં કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા અંગે પોલીસે એફ.આઈ.આર.દાખલ કર્યા બાદ તા.16.6.2021 ના રોજ રાત્રે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા મામલો ગંભીર બન્યો હતો. જેમાં ચોટીલા કોર્ટમા કરણીસેનાના રાજ શેખાવતને લાવવાની વાત વહેતી થતા ચોટીલા પોલીસે કોર્ટ હાઇવે સહિતના શહેરમાં પ્રવેશ કરવાના અનેક માર્ગો બંધ કરી કોઈ અનિછીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચોટીલા કોર્ટમાં ગતરોજ સાંજે 5 વાગ્યા બાદ કોર્ટમાં કરણીસેનાના અધ્યક્ષને હાજર કરાયા હતા. જ્યાં 45 મિનિટ બાદ કોર્ટે તા.17.6.2021 થી તા.21.6.2021 સુધીના રિમાન્ડ મજૂર કર્યા હતા.પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલ હતી પરંતુ કોર્ટે 5 દિવસના જ રિમાન્ડ મંજુર કર્યા હતા. અને તા.21 ના રોજ સવારે ચોટીલા કોર્ટમાં હાજર રહેવાની શરતે રિમાન્ડ મંજુર કર્યા હતા.
વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા