24 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

‘ફ્લાઇંગ શીખ’ તેમજ પદ્મશ્રી વિજેતા “મિલ્ખા સિંહ”નું નિધન

  • ‘ફ્લાઇંગ શીખ’  તેમજ પદ્મશ્રી વિજેતા “મિલ્ખા સિંહ”નું નિધન
  • કોરોના સામે એક મહિનો બાથ ભીડ્યા બાદ હાર્યા મહાન દોડવીર
  • ગત રવિવારે તેમના ધર્મપત્ની નિર્મલ કોરનું પણ કોરોનાના કારણે જ થયું હતું અવસાન
  • વડાપ્રધાન મોદી સહિતના દીગ્ગજોએ આપી તેમણે શ્રદ્ધાંજલિ

ભારતના પદ્મશ્રી વિજેતા અને લોકપ્રિય દોડવીર ‘ફ્લાઇંગ શીખ’ મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના સામે જંગ લડ્યા બાદ અવસાન થયું છે. ગત રવિવારે તેમના ધર્મપત્ની અને ઇન્ડિયન વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કોરનું પણ કોરોનાને કારણે જ અવસાન થયું હતું.

મિલ્ખા સિંહના પરિવારના પ્રવક્તાએ શુક્રવારે રાત્રે આ અંગેની જાણકારી આપી હતી. કોરોના પછીની મુશ્કેલીઓને કારણે શુક્રવારે સાંજે 91 વર્ષના મિલ્ખા સિંહની હાલત ઘણી નાજુક થઇ હતી, જેમાં તેમનું ઓક્સિજનનું સ્તર ઓછું થઇ ગયું હતું. તેમને ઘણો તાવ પણ આવતો હતો. રવિવારે જ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોના સંક્રમણને કારણે દુખદ અવસાન થયું હતું. તેમના કુટુંબના પ્રવક્તાએ એવું જણાવ્યું કે, “તેમનું  રાતના 11.30 વાગ્યે અવસાન થયું હતું. સાંજથી જ તેમની હાલત ઘણી ખરાબ હતી અને તિવ્ર તાવની સાથે ઓક્સિજન પણ ઓછુ થઈ ગયું હતું. તેમને અહીં પીજીઆઇએમઇઆરના આઈસીયુમાં તેઓને એડમીટ કરવામાં આવ્યા હતા. ગત મહિને તેમને કોરોના હતો અને બુધવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમને જનરલ આઈસીયુમાં ખસેડાયા હતા. ગુરુવારે સાંજ પહેલા તેની હાલત થોડી સ્થિર પણ થઈ ગઈ હતી.”મહાન દોડવીર  મિલ્ખા સિંહના અવસાન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ લખ્યું કે, “મિલ્ખા સિંહજીના અવસાન સાથે આપણે એક મહાન ખેલાડીને ખોયો છે. જેમણે દેશની કલ્પના કેપ્ચર કરી લીધી હતી અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. તેમણે પોતોના પ્રેરણાદાયક વ્યક્તિત્વ સાથે લાખો લોકોના માનીતા બની ગયા હતા. તેમના અવસાનથી હું દુખી છું. થોડા દિવસ પૂર્વે જ મેં મિલ્ખાસિંહજી સાથે વાત કરી હતી. મને ખબર નહોતી કે, તે અમારી છેલ્લી વાતચીત હશે. ઘણાં ઉભરતા રમતવીરો તેમની જીવનયાત્રાથી પ્રેરણા મેળવશે. તેમના પરિવાર અને દુનિયાભરના ઘણા ચાહકો પ્રત્યે મારી સંવેદના.”ઉલ્લેખનીય છે કે આ મહાન દોડવીરના જીવન પર એક ફિલ્મ પણ બની ચુકી છે. જેના માટે મિલ્ખા સિહે માત્ર 1 રૂપિયો ફી ચાર્જ કરી હતી. આ ફિલ્મ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: