12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

બસપામાંથી સસ્પેન્ડ કરાયેલા પાંચ ધારાસભ્યો અખિલેશ યાદવને મળ્યા

  • બસપામાંથી સસ્પેન્ડ કરાયેલા પાંચ ધારાસભ્યો અખિલેશ યાદવને મળ્યા
  • આ પાંચ ધારાસભ્યો સપામાં જોડાય તેવી શક્યતા
  • ઓક્ટોબર, 2020માં રાજ્યસભા ચૂંટણી વખતે કરાયા હતા સસ્પેન્ડ

ગત વર્ષે બસપા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવેલા પાંચ ધારાસભ્યો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને મળતા તેઓ સપામાં જોડાય તેવી અટકળો ચર્ચાનો વિષય બની છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામા બહુજન સમાજ પાર્ટીના ઉપ નેતા ઉમા શંકર સિંહે આ બધા ધારાસભ્યોને કચરો  જ ગણાવ્યા હતાં.

મુંગરા બાદશાહપુરના ધારાસભ્ય સુશ્મા પટેલે પત્રકારોને એવું જણાવ્યું હતું કે અખિલેશ યાદવ સાથેની બેઠક 15થી 20 મિનિટ જેટલા સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં આવતી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. હાલમાં 403 સભ્યોની બનેલી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બસપાના 18 ધારાસભ્યો છે. પટેલે વધુમાં એવું જણાવ્યું હતું કે  ગયા વર્ષે ઓક્ટોબર, 2020 દરમિયાન રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જ અમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.  રાજ્યસભાની ચૂંટણી સમયે બસપાએ કોઇ વ્હીપ પણ જારી કરી ન હતી અને અમે ક્રોસ વોટિંગમાં સામેલ પણ થયા ન હતાં. અમને કોઇ પણ આધાર વિના જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સપા પ્રમુખ અખિલેશ યાદવને સુશ્મા પટેલ ઉપરાંત મોહંમદ અસલમ રિયાની, હકીમલાલ બિંદ, મુજતબા સિદ્દીકી અને હરગોવિંદ ભાર્ગવ આ નેતાઓ મળ્યા હતાં. આ જ નેતાઓને ઉત્તર પ્રદેશ વિધાનસભામા બહુજન સમાજ પાર્ટીના ઉપ નેતા ઉમા શંકર સિંહે કચરો ગણાવ્યા હતાં.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: