8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ડીઝલમાં એક વર્ષમાં ૩૫ રૂપિયાના વધારાથી માછીમારો બેહાલ

  • ડીઝલમાં એક જ વર્ષમાં ૩૫ રૂપિયાના જંગી વધારાથી માછીમારો બેહાલ
  • એક જ સિઝનમાં માછીમારો પર ૨૦૦૦ કરોડનો બોજો – મોઢવાડિયા
  • માછીમારો મામલે મોઢવાડિયાનો સરકાર પર પ્રહાર
  • રાજ્યમાં  નાની બોટ સહિત કુલ ૨૫૦૦૦  ફીશીંગ બોટો કાર્યરત
  • મોટી બોટમાં ડીઝલ સબસીડી નામ પુરતી જ
  • માછીમાર વ્યવસાય ઠપ થવાની અણી ઉપર

દેશમાં સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલો છે.જેના કારણે માછીમાર ઉધોગ વધારે વિકસ્યો હતો પરંતુ છેલ્લાં એક વર્ષમાં ડીઝલની કિમતમાં પ્રતિ લીટર ૩૫ રૂપિયા જેટલો વધારો થયો હોવાથી આ ઉધોગ ઠપ્પ થવાની અણી પર આવી ગયો હોવાનો દાવો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કયો છે.

સતત વધી રહેલ ડીઝલના ભાવથી ગુજરાતના માછીમાર ઉદ્યોગને મરણતોલ  ફટકો પડી રહ્યો હોવાનો દાવો કરતાં  ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ  અર્જુનભાઈ મોઢવાડિયાએ ટવીટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે   ડીઝલ અને પેટ્રોલના ભાવમાં   ભાજપ સરકારે વધારો કરી તેમજ માછીમાર ભાઈઓ માટેની તમામ સહાય યોજનાઓ બંધ કરીને ગુજરાતના માછીમાર ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે. છેલ્લા 1 વર્ષમાં ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩૫ રૂપિયાનો અસહ્ય વધારો ઝીંકવામાં આવ્યો છે. 1 નાની ફીશીંગ બોટને 1 સિઝનમાં ઓછામાં ઓછુ 3,500 લિટર પેટ્રોલ કે કેરોસીન અને મોટી બોટને 36,000 લિટર ડીઝલ જોઈએ. ગુજરાતમાં અત્યારે 25,000 થી વધુ નાની, મોટી ફીશીંગ બોટ કાર્યરત છે, એટલે ગુજરાતમાં એક માછીમાર સિઝનમાં 54 કરોડ લિટર ડીઝલ વપરાય છે. એટલે ગુજરાતના માછીમાર ભાઈઓ પર એક સિઝનમાં ડીઝલના ભાવ વધારા રૂપી ₹2000 કરોડનો બોજો પડ્યો છે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ડીઝલની અસહ્ય રીતે વધેલ ભાવના કારણે એક બોટને એક રાઉન્ડ માટે લગભગ ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે લગભગ ગત વર્ષ કરતા ડબલ છે. જેની સામે એક વર્ષમાં સમુદ્રી ઉત્પાદનોના ભાવમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે માછીમાર ભાઈઓ ઉપર મોટો આર્થિક બોજો પડ્યો છે. સરકારની આટલી ઉપેક્ષાના કારણે માછીમાર ભાઈઓ માછીમારીનો વ્યવસાય છોડવા માટે મજબુર થઈ રહ્યા છે. તેનો અંદાજો માત્ર એટલા ઉપરથી લગાવી શકાય ગુજરાતમાંથી ચાલુ વર્ષે માત્ર 2.79 મિલિયન ટન જ સમુદ્રી ઉત્પાદનોની નિકાસ થઈ શકી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે.

આ ઉપરાંત  ભાજપ સરકારે જેતપુરના કરાખાનાઓનો કેમિકલ વાળો કડદો જો દરિયામાં ઠાલવવાની યોજના તૈયાર કરી છે, જે અમલમાં આવશે તો દરિયા આધારીત રોજીરોટી મેળવતા લોકોને મરણતોળ ફટકો પડશે. જો આમ જ ચાલતુ રહેશે તો ગુજરાતને કરોડોનું વિદેશી હુંડીયામણ કમાઈને આપતો માછીમાર ઉદ્યોગ ઠપ થઈ જશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: