19 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોનાના કહેર વચ્ચે નવા મન્કી બી વાયરસની દહેશત

  • ચીનમાં કોરોનાના કહેર વચ્ચે નવા મન્કી બી વાયરસની દહેશત
  • નવા ઘાતક વાયરસથી બૈજિંગમાં એક વ્યક્તિનું થયું મોત
  • પશુ ચિકિત્સકનું મોત આ વાયરસનો ચેપ લાગવાથી થયું હોવાની ચીને કરી પુષ્ટિ

ચીનમાંથી પ્રસરેલા કોરોના વાયરસે વેરેલો વિનાશ હજી અટક્યો નથી ત્યાં મન્કી બી નામના એક નવા વાયરસે દુનિયાના બારણે ટકોરા માર્યા છે. કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો, જ્યારે આ નવા ઘાતક વાયરસથી બૈજિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. અહીંના એક પશુ ચિકિત્સકનું મોત આ વાયરસનો ચેપ લાગવાથી થયું, જેને ચીને પુષ્ટિ આપી છે. 

ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના હવાલા સાથે અહીંના એક  રિપોર્ટમાં જણાવાયું છે કે ઉપરોક્ત દર્દી પશુ ચિકિત્સકના ઇલાજ માટે કેટલીય હોસ્પિટલોમાં કોશિશ કરાઇ, પરંતુ ગઇ તા.27 મેએ એમનું મોત થયું. આ અગાઉ, ચીનમાં મન્કી બી વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી. અર્થાત્ પશુ ચિકિત્સકનો કેસ મન્કી બી વાયરસથી થયેલા પ્રથમ માનવ ચેપનો કેસ છે.  એક માહિતી પ્રમાણે  ઉપરોક્ત 53 વર્ષીય પશુ ચિકિત્સકે માર્ચની શરૂઆતમાં બે મૃત વાંદરાનું ડિસ્સેકશન કર્યું હતું. એના એક મહિના પછી એમની તબિયત બગડવા માંડી હતી. એમને ઊલટી શરૂ થઇ હતી. એપ્રિલમાં ડોકટરની તબિયતની તપાસ માટે એમના શરીરમાંથી સેરેબ્રોસ્પાઇનલ ફલુઇડનો નમૂનો લેવામાં આવ્યો, જેના રિપોર્ટમાં મન્કી બી વાયરસ હોવાના મુદ્દાને સમર્થન મળ્યું હતું.  ઉલ્લેખનીય છે કે આ મન્કી બી વાયરસ સૌથી પહેલાં 1932માં ઓળખાયો હતો.નોંધપાત્ર વાત એ છે કે એની પણ ચેપ ફેલાવવાની ક્ષમતા ઘણી વધી છે. એ એક માણસથી બીજા માણસને લાગે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: