24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

જંતર મંતર પર આજથી શરુ થઇ ખેડૂતોની ‘સંસદ’

  • જંતર મંતર પર આજથી શરુ થઇ ખેડૂતોની ‘સંસદ’
  • આ ધરણામાં સામેલ થશે 200 ખેડૂત
  • દરેક સંગઠનમાંથી 5-5 સભ્યોને જંતર મંતર પર આવવાની મળી મંજૂરી
  • દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ પણ ખેડૂતોના પ્રદર્શનને આપી મંજૂરી
  • રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે ખેડૂત સંસદ

એક તરફ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ આજથી સંસદની બહાર જંતર મંતર પર ખેડૂતોની ‘સંસદ’ ચાલશે. જેનો સમય રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જ નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની ખેડૂતોની માગણીને દિલ્હી પોલીસે શરતી મંજૂરી પણ આપી છે. મળતી માહિતી અનુસાર બુધવારે ત્રીજા રાઉન્ડની બેઠક પછી 200 ખેડૂતોને જંતર મંતર પર ખેડૂત સંસદનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશનો ભંગ ન થાય તે જોતા આ વચ્ચેનો રસ્તો પણ કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂત સંસદનો સમય રોજ સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. સંયુક્ત કિસાન મોરચામાં દેશભરના આશરે 40 ખેડૂત સંગઠનો સામેલ છે. આવામાં એક સમૂહ તરીકે મંજૂરી આપવાની જગ્યાએ જુદા જુદા સંગઠનોના સ્તર પર જ આ મંજૂરી અપાઈ છે. દરેક સંગઠનમાંથી 5-5 સભ્યોને જંતર મંતર પર આવવાની મંજૂરી પણ મળી છે. આ તમામ લોકો સિંધુ બોર્ડર પર એકત્ર થશે અને ત્યાંથી પોલીસ પોતે 5-6 બસોમાં બેસાડીને આ લોકોને એસ્કોર્ટ કરીને એક નિર્ધારિત રૂટ પર જંતર મંતર લઈ જશે. આ ઉપરાંત ટીકરી તથા ગાઝીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ પણ અગાઉ સિંધુ બોર્ડર પહોંચવુ પડશે અને ત્યાંથી જ તેમણે બસમાં બેસીને જવાનું રહેશે. બીકેયુના પ્રવક્તા ધર્મેન્દ્રએ એવું કહ્યું કે આંદોલનમાં 40થી પણ વધુ સંગઠન જોડાયેલા છે. દરેક ખેડૂત સંગઠન વારાફરતી પોતાના જથ્થા માટે 5 ખેડૂતો જ મોકલશે. ખેડૂત સંસદ જથ્થામાં સામેલ થનારા દરેક ખેડૂતની પોતાની આઈડી હશે. તેમણે જણાવ્યું કે ખેડૂત સંસદમાં 26 જુલાઈ અને 9 ઓગસ્ટના રોજ મહિલા ખેડૂતોનો જથ્થો પણ સામેલ થશે. દિલ્હી પોલીસની સાથે સાથે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ પણ ખેડૂતોને જંતર મંતર પર પ્રદર્શનની પણ મંજૂરી આપી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: