19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

દિલ્હીના રસ્તાઓ પર ખુલ્લી તલવાર સાથે મેદાને ઉતર્યા ખેડૂતો

  • પ્રજાસત્તાકદિને ખેડૂતોએ કરેલી જાહેરાત મુજ્બ યોજી ટ્રેક્ટર રેલી
  • ટ્રેક્ટર રેલી દરમ્યાન પોલીસ અને ખેડૂતો આમને સામને
  • પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના સેલ
  • જવાનોની પરેડ પહેલા ખેડૂતોની પરેડ
  • બેરીકેડ તોડી પોલીસ પર કર્યો પથ્થરમારો  

આજે દેશ પોતાનો 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. દિલ્હીના રાજપથની સાથે-સાથે આજે દરેકની નજર દિલ્હીની સરહદો પર પણ ટકેલી છે. કૃષિ કાનૂન વિરૂદ્ધ ગત બે મહિનાઓથી આંદોલન કરી રહેલા ખેડૂત આજે દિલ્હીની સરહદોની આસપાસ ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. કડક સુરક્ષા અને તમામ વ્યવસ્થાઓ કર્યા બાદ દિલ્હી પોલીસે આની પરવાનગી આપી છે.  

કૃષિ કાયદાનો વિરોધ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો દિલ્લી બોર્ડર ખાતે કરી રહ્યા છે. કૃષિ બીલ રદ્દ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જેને લઇ સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઇ હતી. પરંતુ તમામ બેઠકોનું કોઈ પરિણામ નથી આવ્યું. સરકાર કૃષિ બીલને રદ્દ કરવાનો ઇનકાર કરી રહ્યા છે જયારે ખેડૂતો કૃષિ કાયદાને રદ્દ કરવા અડીખમ છે. સમગ્ર દેશ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે ખેડૂતોએ આંદોલન વચ્ચે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ટ્રેક્ટર રેલી દરમ્યાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે આવ્યા છે. દર્શનકારી ખેડૂતોએ પોલીસની તરફથી લગાવામાં આવેલા બેરિકેડને તોડી નાખ્યા હતા જેને કારણે પોલીસે ખેડૂતો પર ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.   

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: