- રાસાયણીક ખાતરમાં ભાવ વધારાના પગલે ખેડૂતોમાં રોષ
- મગફળીના બિયારણમાં પણ સબસીડી નાબૂદ કરાતાં ખેડૂતોમાં રોષ
- ખેડુતોને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ ચુકવવા પણ માંગ
- 2018-19 અને 19-20 વર્ષનું 3 ટકા વ્યાજ ચુકવવા પણ માંગ
કિસાન સંઘ એકતા સમિતી દ્વારા ડે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રીને સંબોધી જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા તેમજ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરી ફરીથી છેતરપીંડી કરતા ખેડુતો રોષે ભરાયા છે તેમજ હાલની પરિસ્થિતિમાં ખેડુતો માથે બીજો ભાર જીકી દિધો છે મગફળીના બિયારણમાં સબસીડી નાબુદ કરી છે તેથી જો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહી આવે અને મગફળીના બિયારણની સબસિડી ચાલુ કરવામાં નહી આવે તો જુનાગઢ જીલ્લા કિસાન એકતાં સમિતી, રાષ્ટ્રીય માનવ અધિકાર મંચ દ્વારા રસ્તાં રોકો, ચક્કાજામ સહિતના ઉગ્ર અંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે
ગોવિંદ હડિયા લાઈવ ગુજરાત ન્યુઝ કેશોદ