23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સિંધુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસની બેઠક શરૂ

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 55મો દિવસ છે. ત્યારે 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. પરંતુ તે પહેલા આજે ખેડૂતો અને દિલ્હી પોલીસની મીટિંગ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, દિલ્હીમાં ખેડૂતોને એન્ટ્રી આપવામાં આવે કે નહીં તે પોલીસ નક્કી કરશે, કારણ કે તે કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.વધુ પ્રાપ્ત થતી માહિતી મુજબ કૃષિ કાયદાના મુદ્દા અંગે સરકાર પર પ્રહાર કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બપોરે 1.30 વાગ્યે દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમજ તે કૃષિ કાયદા પર બુકલેટ પણ રિલીઝ કરશે.

આ બેઠક દિલ્હીના પૂસા ઈન્સ્ટીટ્યૂટમાં થશે

  નવા કૃષિ કાયદા પર ચાલી રહેલા વિરોધનો ઉકેલ મેળવવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી સમીતિની આજે પહેલી બેઠક યોજાશે. તેમજ આ બેઠકમાં નક્કી થશે કે ખેડૂતો સાથે કેવી રીતે વાતચીત કરાશે. આગળની રણનીતિ તૈયાર કરવા માટે પણ કમિટિ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. માહિતી મુજબ આ બેઠક દિલ્હીના પૂસા ઈન્સ્ટીટ્યૂટમાં યોજાશે .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: