12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મહારાષ્ટ્રમાં કુદરત નો ભારે કહેર,વરસાદના પ્રકોપથી 228ના મોત

  • મહારાષ્ટ્રમાં પૂરથી થયેલા મોતના આંકડાઓની સરકારે આપી જાણકારી
  • મહારાષ્ટ્ર માં વરસાદના પ્રકોપથી 228ના મોત
  • 100 લોકો લાપતા , 50 લોકો થયા ઘાયલ
  • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રત્નાગિરી જીલ્લામાં પૂર ગ્રસ્ત ચિપલૂનની લીધી મુલાકાત

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પૂર, ભૂસ્ખલન તથા વરસાદ સાથે જોડાયેલી અન્ય ઘટનાઓને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિના મૃત્યુ પછી મૃતકોની સંખ્યા 228  થઈ ગઈ છે, જ્યારે 100 લોકો લાપતા થઈ ગયા છે. રાજ્ય સરકારે આ અંગે જાણકારી આપી છે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટનાઓમાં 50 લોકો ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોંકણ ક્ષેત્રના રત્નાગિરી જીલ્લામાં ભીષણ પૂર ગ્રસ્ત ચિપલૂનની મુલાકાત લીધી હતી. સ્થાનીક લોકોના એક સમૂહે મુખ્યમંત્રીના કાફલાને રોક્યો અને તેમને આ વિસ્તારમાં વરસાદના કહેરથી થનારી સમસ્યાઓ અંગે માહિતી પણ આપી હતી. મુખ્યમંત્રીએ સ્થાનીકો, વેપારીઓ અને દુકાનદારો સાથે ચર્ચા કરી અને ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિની બહાલી માટે રાજ્ય સરકાર તરફથી દરેક શકય સહાયનું આશ્વાસન આપ્યું છે. ઠાકરેએ એવું કહ્યુ કે- દીર્ઘકાલિન રાહત કાર્યો માટે કેન્દ્રીય મદદની પણ જરૂર પડશે.

તેમણે કહ્યું કે, તે સોમવારે પશ્ચિમી મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે અને નુકસાનનો એક વ્યાપક માહિતી તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ મોટા પાયા પર ભૂસ્ખલનનો શિકાર થયેલા રાયગઢના તાલિયા ગામનો ગુરૂવારે પ્રવાસ કરી એવું કહ્યુ હતુ કે વડાપ્રધાને તેમને વરસાદથી થયેલા નુકસાન પર એક અહેવાલ પ્રસ્તુત કરવાનું કહ્યું છે. રાણેએ કહ્યુ કે સ્થાનીક નિવાસીઓ સાથે ચર્ચા પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્ષતિગ્રસ્ત ઘરોનું પુનનિર્માણ પણ કરાવવામાં આવશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પ્રવીણ દારેકર રાણેની સાથે હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: