24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

મહેસાણા જિલ્લામાં ચાલી રહેલી વેકસીન ની ઉત્તમ કામગીરી

  • મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર યોજાઈ રહ્યા છે રસિકરણ કેમ્પ
  • અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિસનગર મીટ ધ પ્રેસ કલબના પત્રકારોએ લીધી રસી
  • પત્રકારોએ આપ્યો લોકોને રસીકરણ કરાવવાનો સંદેશ
  • વિસનગર તાલુકામાં અત્યાર સુધી 20,000 લોકોએ લીધી રસી
  • વિસનગર બેંકમાં બે કર્મચારીઓને કોરોના થતા બેંક કામગીરી રાખવામાં આવી બંધ

મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર રસિકરણ કેમ્પ યોજાઈ રહ્યા છે. જનપ્રતિનિધિઓ પણ પોતાના વિસ્તારમાં રસીકરણ કેમ્પ યોજી ખાસ 45 વર્ષથી ઉપરના લોકોને માટે રસી લેવાની વ્યવસ્થા તથા લોકોમાં રસીકરણ મુદ્દે જાગૃતિ આવે એવા પ્રયત્ન કરી રહ્યા છે.

વિસનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિસનગર મીટ ધ પ્રેસ કલબ ના પત્રકાર મિત્રો એ વેકસીન લઈને લોકોને આ રસી સેફ તથા આડઅસર મુક્ત હોવાનું જણાવી દરેકે રસીકરણ કરાવવું જોઈએ એવો મેસેજ આપ્યો છે.વિસનગર અર્બન હેલ્થ સેન્ટર વિસનગર ખાતે લોકો સ્વેચ્છાએ ઉત્સાહ થી રસી લેવા માટે આવી રહ્યા છે.વિસનગર તાલુકા આરોગ્ય અધિકારી રાજેશ પટેલે એવું જણાવ્યું હતું કે વિસનગર તાલુકા માં અત્યાર સુધી 20,000 લોકોને રસી આપવામાં આવી છે અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર, વિસનગર સિવિલ હોસ્પિટલ તથા આજના દિવસે વધારાના પાંચ સેન્ટર પર પણ રસી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ માં તેમણે જણાવ્યું હતું કે આ રસી સેફ છે કોઈ આડઅસર થતી નથી દરેકે અવશ્ય રસી લેવી જોઈએ આ રસી સુરક્ષિત છે અને અસરકારક છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે વિસનગર કોલેજ રોડ પર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં બે કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવતા બેન્ક ની કામગીરી બંધ કરવામાં આવી હતી અને બેન્ક ના તમામ કર્મચારીઓ નો આજે રિપોર્ટ કરાવતા બાકીના કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા બેન્ક કર્મચારીઓએ રાહત નો દમ લીધો હતો..

અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ મહેસાણા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: