21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

આઝાદીના 73 વર્ષ બાદ પણ આ 50 ઘરોનું ગામ વિકાસથી વંચિત

  • વડગામના જલોત્રાથી 5 કિમી દુર આવેલો આદિવાસી વિસ્તાર હાલ પણ વિકાસથી વંચિત
  • આઝાદીના 73 વર્ષ બાદ પણ આ 50 ઘરોનું ગામ વિકાસથી વંચિત
  • સરકારની વિકાસની વાતો અહીંના આદિવાસી વિસ્તારોથી કોસો દુર
  • વર્ષોથી અમલદારો, નેતાઓ ફ્કત ચૂંટણી સમયે દેખાડો દીધા બાદ નજર પણ નાખતા નથી
  • અહીના આદિવાસીઓ બંધુઓ વર્ષોથી અહીં ખેતી વાડી, બકરા ચરાવી કરે છે જીવન નિર્વાહ

વિકાસ શીલ ગણાતા ગુજરાતમાં હાલ પણ એવા કેટલાક વિસ્તાર છે કે જે વિકાસના નામે શૂન્ય છે. જો વાત કરવામાં આવે તો વડગામ તાલુકાનું શિક્ષિતથી સજ્જ એવુ જલોત્રાથી ફ્કત પાંચ કિલોમીટર દૂર આવેલા આદીવાસી વિસ્તારના 50 ઉપરના ઘર પરિવાર લોકો સંપૂર્ણ વિકાસથી વંચિત  છે . આપ કદાચ અંદાજ નહી માની શકો , સરકારની વન બંધુ કલ્યાણ યોજનાઓ ક્યાં કેટલી વપરાઈ, પણ આઝાદીથી આ સમગ્ર આદિવાસી વિસ્તાર સરકારની ખુલ્લી જગ્યામા વરસાદમાં  નિર્ભર રહી ખેતી કરી ગુજરાન ચલાવે છે. હાલમાં આ લોકો પાસે નથી ખેતીની જમીન કે નથી પોતાના માલિકીના ઘરની જમીન, ફકત કુદરતના ખોળે વર્ષોથી જંગલ વિસ્તારમાં આદિવાસી પરિવારો ભટકતું  જીવન જીવી રહ્યા છે.  તેમજ હવે ઝંખી રહ્યા છે ખેતીની જમીન, આ લોકો વિકાસથી હર હમેશાં વિકાસ માટે વંચિત રહેવા પામ્યો છે.

આખરે ક્યા જાય આ વન બંધુઓ.. સરકારની મોટી યોજનાઓ, વિકાસની વાતો આ લોકો પાયાની સુવિધાઓથી સદંતર વંચિત ગુજરાત માટે ચોંકાવનારી બાબત આવી છે. અહીં વર્ષોથી અમલદારો, નેતાઓ ફ્કત  ચૂંટણી કરાવી, વોટ કરાવી ચાલ્યા જાય છે.પણ આ છેવાડાની માનવીની વિકાસની વાત અહીં સુધી પહોંચી કે પહોંચાડવામાં જાણી જોઈ નજર અંદાજ કરવામાં આવી છે. વાત કરી રહ્યા છીએ. અંબાજી હાઇવે સ્થિત આવેલ જલોત્રાથી ફ્કત પાંચ કિલોમીટર દૂર ડુંગરોની હાર માળામાં આવેલ કરમાવત તળાવ વિસ્તારમાં વસતા આદિવાસીઓ બંધુઓ વર્ષોથી અહીં ખેતી વાડી, બકરા ચરાવી નિર્વાહ કરે છે .તો જલોત્રા ગામ અને આજુબાજુ વિસ્તારના ગામોમાં સુકા લાકડાની ભારી વેચી આદિવાસી બહેનો પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યાં વડગામ ધારાસભ્ય દ્વારા અને વડગામ તાલુકાના નેતાઓ જળ અભિયાન માટે કરમાવાદમા મોટું તળાવ બનાવવાની યોજના માટે અનેક રજૂઆત કરી. પણ વડગામ ધારાસભ્યના પી.એ અમરનાથભાઈ પોતાના કાર્યકરો સાથે ડુંગરોની હારમાળા સ્થિત આદિવાસી વિસ્તારના 50 ઘરની સાડા ત્રણસોની વસ્તી ધરાવતું ગામનું કરમાવત  ડુંગરોની તળેટીમાં આવે છે. ગામના લોકો, યુવાઓ, બાળકોની સ્થિતિ વિશે જાણકારી મેળવી ત્યારે ખુદ ધારાસભ્યના પી.એ હચમચી ગયા હતા. આ વિસ્તારમાંના વિકાસ માટે હક અધિકાર માટે આગામી આદીવાસી દિવસ પર વિશેષ ઉજવીના દિવસે ક્લેક્ટરને આવેદન પત્ર દ્વારા જાણ કરી હકની લડાઈ લોક અધિકાર લોકશાહીથી મેળવીશું..

અહીંના સ્થાનિકો સાથે મિડિયા ટીમ દ્વારા સર્વે હાથ ધર્યો ત્યારે ખુદ મિડિયા પણ ચોંકી ઉઠી. આ વિસ્તારમાં પાયાની સુવિધાઓથી વંચિત અહીંના લોકો સાથેની મુલાકાતથી અહીંના આદિવાસી વિસ્તારના ભાઈઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા મહા મુસીબતે અહીં પહોંચ્યા હતા.અહીં પાયાની સુવિધા લાઈટ, પાણી કે સ્કૂલ શાળા જોવા ના મળી,ભણે ગુજરાત વાંચે ગુજરાતનું સૂત્રો અહીં દોહીલ્યું છે. ફકત શોભાના ગાંઠીયા સમાન આંગણવાડીએ પણ બે કિલોમીટર દૂર, રોડ રસ્તાના અભાવે અહીં નાના ભૂલકાઓ ક્યારેય જઈ શકતા નથી. આ ગામના લોકો, અહીં રોડની પાક્કી સડક આઝાદીના 73 વર્ષ પછી પણ કેવો હોય જોવા મળ્યો નથી. પછી બીમાર માણસ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ક્યાંથી જોવા મળે.અનેક પાયાની સુવિધાઓ વંચિત ગામ ઝંખી રહ્યું છે સરકારની યોજના, સરકારી વન બંધુ યોજના ફકત કાગળ પર, તો આ ગામ પ્રત્યે કેમ અમલદારો કે નેતાઓ જોવાની તસ્દી ના લીધી..

દિપક પુરબિયા સાથે રાજ ગજ્જર  લાઈવ ગુજરાત ન્યુઝ વડગામ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: