- કોરોનાના ડેલ્ટા કરતા પણ ખતરનાક લેમ્બડા વેરિએન્ટની એન્ટ્રી
- કોરોના વાયરસની ત્રીજી લહેર અને વાયરસના નવા ડેલ્ટા વેરિએન્ટની આશંકા
- લેમ્બડા વેરિએન્ટને ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ભારે જોખમી ગણાવવામાં આવી રહ્યો છે
કોરોના વાયરસની ત્રીજી લહેર અને વાયરસના નવા ડેલ્ટા વેરિએન્ટની આશંકા સ્વાસ્થ્ય ક્ષેત્રના જાણકારોને ડરાવી રહી છે ત્યારે હવે કોરોનાનો ડેલ્ટા કરતા પણ ખતરનાક વેરિએન્ટ સામે આવ્યો છે.લેમ્બડા વેરિએન્ટ નામના આ નવા વેરિએન્ટને ડેલ્ટા કરતા પણ જોખમી ગણાવવામાં આવી રહ્યો છે.ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ પ્રમાણે લેમ્બડા વેરિએન્ટ દુનિયાના 30 દેશોમાં જોવા મળી રહ્યો છે. ડેલ્ટા અંગે માહિતી આપનાર જાણકારો ની ચિંતામાં પણ વધારો થયો છે. કે આ વેરિએન્ટ ડેલ્ટા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.લેમ્બડા વેરિએન્ટ બ્રિટનમાં પણ જોવા મળ્યો છે.
સૌથી પહેલા આ વેરિએન્ટ દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં સામે આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાથી મોતને ભેટનારાઓની ટકાવારી પેરુમાં સૌથી વધારે છે.મે અને જુનની વચ્ચે આ દેશમાં લેમ્બડા વેરિએન્ટના 82 ટકા નવા કેસ સામે આવ્યા હતા.વધુ એક દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં પણ મે અને જુનની વચ્ચે 31 ટકા કેસ લેમ્બડા સાથે જોડાયેલા હતા .
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પહેલા જ લેમ્બડા વેરિએન્ટને વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટના લિસ્ટમાં મુકેલો છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ કહેવુ છે કે, આ વેરિએન્ટ ઝડપથી ફેલાય છે.તે એન્ટી બોડી સાથે પણ લડી શકે છે.બ્રિટનના પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના કહેવા પ્રમાણે બ્રિટનમાં લેમ્બડા વેરિએન્ટના 6 કેસ સામે આવ્યા છે.આ તમામ કેસ વિદેશ યા ત્રા સાથે જોડાયેલા છે.જોકે અત્યાર સુધીમાં એવા પૂરાવા નથી મળ્યા કે આ વેરિએન્ટ ગંભીર બીમારીનુ કારણ બની શકે છે અથવા તો હાલની વેક્સીનની અસરકારકતા તેના પર ઓછી રહે છે.આ વેરિએન્ટના પ્રભાવને સમજવા માટે લેબોરેટરીમાં ટેસ્ટ ચાલી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ વેરિએન્ટ હજી ભારત આવ્યો નથી.