24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં દોડશે હવે ઇલેક્ટ્રિક બસો

  • અમદાવાદમાં દોડશે હવે ઇલેક્ટ્રિક બસો
  • મુખ્યમંત્રી રુપાણીએ શુક્રવારે કર્યું ઇલેક્ટ્રિક બસનું ઈ-લોકાર્પણ
  • 50 ઇલેક્ટ્રિક એર કંડિશન બસોનું કર્યું ઈ- લોકાર્પણ
  • જેબીએમ ઓટો અમદાવાદ શહેરને 180 ઇલેક્ટ્રિક બસો સપ્લાય કરશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે 50 ઇલેક્ટ્રિક એર કંડિશન બસનું ઈ- લોકાર્પણ કર્યું હતું. જેબીએમ ઓટો અમદાવાદ શહેરને 180 ઇલેક્ટ્રિક બસો સપ્લાય કરશે અને 50 યુનિટની આ પહેલી બેચ છે. આ બસો 10 વર્ષમાં 3,50,000 લિટર ડીઝલ અને 1000 કાર્બન ડાયોક્સાઇડ બચાવવા જઈ રહી છે.

દેશમાં પ્રદુષણને બચાવવા માટે સતત ઇલેક્ટ્રિક વાહનોનો પ્રચાર કરવામાં આવે છે, જ્યાં સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે ફેમ 2 લાવી રહી છે, જેથી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળી શકે. આ સાથે સરકાર જાહેર પરિવહનમાં પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે અને આ માટે  ગુજરાત અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બસોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બીઆરટીએસ યોજના હેઠળ લાવવામાં આવી છે. આ બસો જેબીએમ ઓટો દ્વારા બનાવવામાં આવી છે જે ઇકો-લાઇફ ઇલેક્ટ્રિક બસ જે પ્રદુષણ ફેલાવશે નહી, જેથી કરી પર્યાવરણને કોઈ નુકશાન થશે નહિ. આ બસો શહેરના મુખ્ય વિસ્તારોમાં દોડાવવામાં આવશે.  કંપનીએ આ અંગે વધુમાં જણાવ્યું કે આ ઇલેક્ટ્રિક બસોમાં રીઅર ટાઇમ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, ઇમરજન્સી માટે પેનિક બટન, ઓટોમેટીક બસ વ્હીકલ લોકેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સ્ટોપ રિક્વેસ્ટ સિસ્ટમ જેવી તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક બસોમાં રીઅર ટાઇમ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, ઇમરજન્સી માટે પેનિક બટન, ઓટોમેટીક બસ વ્હીકલ લોકેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સ્ટોપ રિક્વેસ્ટ સિસ્ટમ જેવી તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. તાજેતરમાં ઇલેક્ટ્રિક બસ ઉત્પાદક લેક્ટ્રે ગ્રીનટેક અને તેની સહયોગી કંપની ઇવે ટ્રાન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ 100 ઇલેક્ટ્રિક બસોની સપ્લાય માટેના સૌથી નીચા ભાવે બોલી લગાવી છે. બંને કંપનીઓ કેન્દ્ર સરકારની ફેમ -2 યોજના અંતર્ગત રાજ્ય પરિવહન નિગમને બસો સપ્લાય કરશે. 100 બસોની સપ્લાય માટે ઓછામાં ઓછી 250 કરોડ રૂપિયાની બોલી લગાવાઈ છે. કંપની આગામી 10 મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસો પહોંચાડશે. ઉત્પાદક દ્વારા દાવો કરવામાં આવ્યા મુજબ લેક્ટ્રે અને ઇવે ટ્રાંસને એપ્રિલ 2021 અને ડિસેમ્બર 2020માં અનુક્રમે 50 અને 353 આંતર-શહેર ઇલેક્ટ્રિક બસો માટે સૌથી નીચી બોલી લગાવનાર જાહેર કરાયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: