12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સીનનું કરાયું આયોજન

  • આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં  ડ્રાઈવ થ્રુ વેક્સીનનું કરાયું આયોજન
  • સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવ્યું ડ્રાઈવ થ્રુ વેક્સીન સેન્ટર
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન થકી સુંદર આયોજન
  • 45 વર્ષથી વધુના લોકોને આપવામાં આવી રહી છે  વેક્સીન
  • એકજ દિવસમાં હજારોની સંખ્યામાં લોકોએ ડ્રાઈવ થ્રુ વેક્સીન સેન્ટર ખાતે લીધી વેક્સીન
  • 1 કિલોમીટર થી પણ વધુ લાંબી લાઈનો કેમેરામાં થઇ કેદ

કોરોનામાં દિનપ્રતિદિન કેસોમાં વધારો થઇ રહ્યો છે જે રીતે કેસો સામે આવી રહ્યા છે ત્યારે વેક્સિન જ  એકમાત્ર ઉપાય છે જેનાથી કોરોનાને મ્હાત આપી શકાય .. અને હજીપણ વેક્સિન ચાલુ છે ત્યારે અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવી  છે

કોરોનાએ કાળોકેર વર્તાવતો છે દિન પ્રતિદિન કેસોમાં માત્રને માત્ર વધારો જોવા મળી રહ્યો છે આ કપરી પરિસ્થિતિમાં કોરોનાના નિયમોનું પાલન અને વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. થોડા દિવસો પહેલા સુપ્રાટેક લેબોરેટરી અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના સહયોગ થકી આર.ટી.પી.સી.આર લેબની શરૂઆત  કરવામાં આવી હતી જેને અભૂતપૂર્વ પ્રતિસાદ નગરજનો દ્વારા મળ્યો હતો આજ રીતે ફરીથી એકવાર કોરોનાનો રામબાણ ઈલાજ એવી વેક્સીન માટે પણ આશીર્વાદ ફાઉન્ડેશન  અને કોર્પોરેશનના સહયોગ થકી 45  થી વધુના ઉમરના લોકો માટે  ડ્રાઈવ થ્રુ વેક્સીનનું સુંદર આયોજન અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શરૂ કરવામાં આવ્યું છે જેને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ સાપડી રહ્યો છે . આયોજન કરવામાં આવેલ આ વેક્સીનેશન કેમ્પમાં વાહનમાં આવનાર વ્યક્તિએ સ્ટેડિયમમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. માન્ય આધાર પુરાવા સાથે તેઓએ રજિસ્ટ્રેશન થયા બાદ તેમને ટોકન આપવામાં આવે છે. જે લઈ આગળ વેક્સિન કાઉન્ટર પર જઈ અને વેક્સિન લેવાની રહેશે. 3 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 3 વેક્સિનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ગાડીમાં બેઠા બેઠા જ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

રાજ્યમાં 1 લાખ 88 હજાર 129ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 87 હજાર 224 લોકોને પ્રથમ ડોઝ અને 31 લાખ 15 હજાર 821 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 34 લાખ 3 હજાર 45નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 19 હજાર 276ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 39 હજાર 790 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 16 હજાર 114 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. ત્યારે આ મધ્યે નવતર પ્રયોગ આશીર્વાદ ફાઉન્ડેશન  દ્વારા હાથ ધરવામાં આવ્યો  છે. જેમાં કોર્પોરેશનના સહયોગ થકી એકજ દિવસમાં હજારો લોકોનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું .  પોતાની ગાડીમાં આવીને તેમ બેઠા બેઠાજ જે રીતે વેક્સીન આપવામાં આવી રહી છે તે લોકોને પસંદ પણ આવી રહી છે .

કોરોનાના કપરાકાળમાં ટેસ્ટિંગ હોય કે પછી વેક્સીન લેવાની બાબત હોય તે તમામ પરિસ્થિતિમાં લાઈનમાં ઉભા રહેવું એ લોકો માટે માથાના દુખાવા સમાન બાબત છે . લાઈનમાં ઉભા રહેવામાં કોરોનાનો ભોગ બનવાની શક્યતા પણ વધુ રહે છે ત્યારે હાલતો આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જ્યાં સુધી કોર્પોરેશનમાંથી જથ્થો આવતો રહશે ત્યાં સુધી આમજ આ સેવા ચાલુ રહશે તેવી માહિતી આપવામાં આવી હતી . અને લોકોએ પણ વેક્સીન લઈને પોતાનો અનેરો ઉત્સાહ બતાવ્યો હતો .

કેમેરામેન સચીન પઢિયાર સાથે રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: