9 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

દ્વારકા પાલિકાના સભા ખંડમાં અપાયા વેક્સિનના ડોઝ

  • દ્વારકા નગરપાલિકાના સભા ખંડમાં કરાઈ કોરોના વેક્સિનની કામગીરી
  • ૯૦ જેટલા પદાધિકારીઓએ લીધો કોરોના વેક્સિનનો ડોઝ
  • પાલિકાના મહિલા પ્રમુખે વેક્સિન લઇ લોકોને વેક્સિન લેવા કર્યો અનુરોધ

દેશમાં એક તરફ કોરોના કેસોના આંકડા વધી રહ્યા છે ત્યારે બીજી તરફ સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યકમ ચાલી રહ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા ખાતે પણ કોરોના વેક્સિનની કામગીરી હાથ ધરાઈ હતી. દ્વારકા નગર પાલિકાના સભા ખંડ ખાતે પાલિકા કર્મીઓ અને વિવિધ આગેવાનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. કોરોના સંદર્ભે મહત્વની બેઠક કર્યા બાદ વેક્સિન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

દેશમાં સતત કોરોના કેસોના આંકડામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુમાં વધુ લોકો કોરોના વેક્સિનનો ડોઝ લઇ શકે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે દ્વારકા ખાતે કોરોના વેક્સિનની કામગીરી કરવામાં આવી હતી. દ્વારકા સરકારી હોસ્પિટલમાં આમ તો વેક્સિન આપવા માટેની તમામ સુવિધાઓ કરવામાં આવી છે ત્યારે દ્વારકામાં પ્રથમ વખત હોસ્પિટલની બહાર એટલે કે નગર પાલિકાના સભા ખંડમાં વેક્સિનેશનનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા યોજાયો હતો. પ્રાંત અધિકારી અને પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં અને આશરે 90 જેટલા કર્મચારીઓ તેમજ આગેવાનોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તકે પાલિકા કર્મીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો, ભાજપના સદસ્યો સહિતના લોકોએ વેક્સિન લીધી હતી. પ્રાંત અધિકારીએ વેક્સિન શા માટે લેવી જોઈએ તેમની સમજ આપી હતી અને પાલિકાના મહિલા પ્રમુખ જયોતિ બેન સમાનીએ પ્રથમ વેક્સિન લઇ લોકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો.

ડી.જી ઉપાધ્યાય લાઈવ ગુજરાત ન્યુઝ દ્વારકા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: