23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ગણેશ મહોત્સવ પહેલા જ રાજ્યના કર્મચારીઓને મળી દિવાળી ભેટ

  • ગણેશ મહોત્સવ પહેલા જ રાજ્યના કર્મચારીઓને મળી  દિવાળી ભેટ
  • રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર
  • મોંઘવારી ભથ્થામાં એક સાથે 11 ટકાનો વધારો
  • મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયું
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત
  • સપ્ટેમ્બર માસના પગારથી મળશે લાભ
  • અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ 17 ટકા હતું
  • અગાઉ ૧૭ ટકા આપવામાં આવતું હતું
  • ઓગસ્ટનું એરીયર્સ જાન્યુઆરીમાં મળશે

ગણેશ મહોત્સવ શરુ થવાને આડે હજુ ત્રણ દિવસ બાકી છે તે પહેલા જ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે દિવાળી આવી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે  કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં મોધવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

દિવાળીના તહેવારના આડે હજુ બે મહિના જેટલો સમય બાકી છે.તે પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર આવી ગઈ છે.રાજ્ય સરકારે સોમવારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું હતું કે રાજ્યના કર્મચારીઓ માટે મોધવારી ભથ્થામાં ૧૧  ટકાનો વધારો કરવામાં આવે છે. હવેથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા મળશે.જેનો લાભ સપ્ટેમ્બર મહિનાથી પગારથી મળશે,જયારે ઓગસ્ટ મહિનાનું એરીયર્સ જાન્યુઆરીમાં આપવામાં આવશે. અત્યાર સુધી મોંઘવારી ભથ્થુ ૧૭  ટકા હતું.જેમાં એક સાથે 11 ટકાનો વધારો કરાયો છે.આ જાહેરાતથી સરકારના માથે માસિક ૩૭૮ કરોડનો બોજ  પડશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: