12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ફરી વિવાદ ઉભો થયો

  • રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ફરી વિવાદ ઉભો થયો
  • રાજ્યપાલ સરકારી વિમાનમાં બેસી ગયા હતા તેમજ CM ઉદ્ધવે ઉડાનની મંજૂરી ન આપી
  • ઊતરીને ટિકિટ લઈને રાજ્યપાલ કોશ્યારી બીજા પ્લેનથી દેહરાદૂન નીકળ્યા

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. રાજ્ય સરકારે મુંબઈથી ઉત્તરાખંડ જવા માટે રાજ્યપાલને સરકારી વિમાન આપવાની ના પાડી દીધી. જોકે રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે તેમને આ અંગે કોઈપણ માહિતી નથી, સાથે જ ભાજપના નેતા રાજ્ય સરકારના આ પગલાની ટિપ્પણી પણ કરી રહ્યા છે.

કોશ્યારી ગુરુવારે સવારે 9 વાગ્યે પ્લેનથી પહેલા દેહરાદૂન અને ત્યાંથી ગાડીમાં મસૂરી જવાના હતા. ત્યાં તેમને લાલબહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં આયોજિત એક સમારોહમાં સામેલ થવાનું હતું. પ્લેનમાં બેઠેલા રાજ્યપાલને જણાવાયું કે રાજ્ય સરકાર તરફથી ઉડાન ભરવા માટે જરૂરી મંજૂરી મળી નથી. રાજ્યપાલ તરફથી જ્યારે કારણ પૂછવામાં આવ્યું તો કોઈએ તેમને કારણ ન જણાવ્યું અને ત્યાર પછી રાજ્યપાલ પ્લેનમાંથી ઊતરી ગયા. ત્યાર પછી તેઓ 12.15 વાગ્યે સ્પાઈસ જેટની ફ્લાઈટથી દેહરાદૂન રવાના થયા. રાજ્ય સરકારના આ પગલાથી ભાજપનેતાઓમાં નારાજગી છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યપાલ મહોદય સાથે બનેલી આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ મહારાષ્ટ્રના ઈતિહાસમાં કાળો અધ્યાય છે. તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. મહાવિકાસ અઘાડી સરકાર અહંકારવાળી સરકાર છે. સરકારને આટલું અભિમાન કેમ છે? સાથે જ સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે રાજ્યપાલને વિમાનમાંથી ઉતારી દેવાયા અને આવનારા સમયમાં લોકો આને(ઉદ્ધવ સરકાર)સત્તામાંથી બહાર કરશે. સરકારના લોકોને રાજ્યપાલ પાસેથી માફી માગવી જોઈએ. સરકાર બદલો લેવા માટે આ બધું કરી રહી છે. મેં આવી સરકાર ક્યારેય નથી જોઈએ. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, એનું સન્માન જાળવવું જોઈએ.

રાજ્યપાલ કોશ્યારી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મતભેદ હોય કે ન હોય, આ પહેલાં મંદિર ખોલવા અંગે રાજ્યપાલે ચિઠ્ઠી લખીને રાજ્યમાં ધાર્મિક સ્થળ ખોલવા અંગે વિચાર કરવા માટે કહ્યું હતું. રાજ્યપાલે લખ્યું હતું કે તમે પોતાને હિન્દુત્વના સમર્થક માનો છો અને મંદિર પહેલાં રાજ્યમાં દારૂની દુકાન ખોલી દીધી. ચિઠ્ઠીના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને જવાબ આપ્યો હતો કે તેમને કોઈની પાસેથી હિન્દુત્વનું પ્રમાણપત્ર લેવાની જરૂર નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: