23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ભાવનગરમાં કોરોના બાદ ડેન્ગ્યુ-મલેરિયા જેવા રોગોનો પગપેસારો

  • ભાવનગરમાં કોરોના બાદ ડેન્ગ્યુ-મલેરિયા જેવા રોગોનો પગપેસારો
  • ડેન્ગ્યુ-મેલેરિયાના કેસો વધતા ભાવનગર મનપા તંત્ર થયું એલર્ટ
  • ડેન્ગ્યુના 18, મેલેરિયાના 44  અને ચિકન ગુનિયાના બે કેસ નોંધાયા
  • શહેરમાં માખી-મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા હાથ ધરવામાં આવી કાર્યવાહી

રાજ્યના ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. તેમજ હાલમાં શહેર-જિલ્લામાં મળીને માત્ર બેથી ત્રણ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ભાવનગરમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગએ પગ પેસારો કર્યો છે. જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. તેમજ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માખી મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસ શહેરી વિસ્તાર કરતા  વધતા તંત્ર એલર્ટ બન્યું છે. અત્યાર સુધીમાં જીલ્લા વિસ્તારમાં ડેન્ગ્યુના 18 કેસ, મેલેરિયાના 44 કેસ, અને ચિકન ગુનિયાના બે કેસ નોંધાયા છે. પરંતુ જ્યારે મહાનગર પાલિકા વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 37 કેસ નોંધાયા છે. જ્યારે   અત્યાર સુધીમાં કુલ 76 નોંધાયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં રોગચાળો વધતા ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કમિશનરની સુચના અનુસાર શહેરમાં જુદી જુદી ટીમો બનાવીને ડેન્ગ્યુ મેલેરીયા રોગ ને દૂર કરી શકાય તે અંગે દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે   મચ્છરદાની સાથે જ ગપ્પી ફિશ મારફતે જે જગ્યાઓ પર જળાશયો કે પાણી ભરાતા હોય તેવી જગ્યાઓ દવાનો  દવાનો છટકાવ કરી માખી મચ્છરનો ઉપદ્રવ દૂર થાય તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અજય બુધેલીયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: