24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા ફટકારતી ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટ

  • હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા ફટકારતી ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટ
  • પાટડી તાલુકાના ધામા ગામે હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા ફટકારી
  • પ્રેમી સાથે મળી ખુદ માતાએ જ કરી હતી દીકરીની હત્યા
  • સરકારી વકીલની ધારદાર દલીલ સાથે બંને આરોપીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ધામા ગામે ૨૦૧૮ ની સાલમાં હત્યાની ઘટના સામે આવી હતી. જેમા મળતી માહિતી મુજબ પાટડીના ધામા ગામે સોનલ નામની યુવતીની હત્યા થઈ હતી. આ હત્યા યુવતીની પોતાની જ સગી માતા અને તેની માતાના પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈને આ કેસની ગંભીરતાને ધ્યાને લઇ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલોને અને પુરાવાઓને માન્ય રાખી આ બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી દાખલો બેસાડ્યો હતો.

આ તમામ ઘટના પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૮માં સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ધામા ગામે યુવતીની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં આ યુવતીની માતા નામે કંકુબેનના લગ્નેતર સંબંધોની જાણ દીકરીને થતા તેણે આ વાત તેના પપ્પાને કહેવાનું જણાવતા કંકુબેને પોતાના પ્રેમી ઉમંગ ઠક્કર સાથે મળી એમના પ્રેમમાં ભંગ પડાવતી દિકરી સોનલનું કાસળ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન અંતર્ગત ૧૧ જુલાઇ ૨૦૧૮ની સવારે કંકુબેન પોતાની દિકરી સોનલને લઇને ઉમંગ ઠક્કરના ઘેર આવી હતી. અને ઘરના અંદરના રૂમમાં હેવાન બનેલી માતાએ પોતાની દિકરી સોનલને પકડી રાખી હતી અને નિર્દયી બનેલા ઉમંગ ઠક્કરે પોતાની પાસે રાખેલી છરી વડે સોનલના પેટમાં છરીના ચારથી પાંચ ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. આટલેથી ન અટકતા આવેશમાં આવેલા ઉમંગ ઠક્કરે છરી વડે સોનલના ગળા પર છરી ફેરવી પાંચથી છ ઇંચનો ઊંડો ઘા મારી ઉમંગ ઠક્કર ફરાર થઇ ગયો હતો. અને કંકુબેન દિકરી સોનલની લાશને એમજ મુકીને જાણે કાંઇ જ ન બન્યુ હોય એમ પોતાના ઘેર જઇ રસોઇકામમાં લાગી ગઇ હતી. જોકે આ બાબતની પોલીસ ફરિયાદ થતા અને સઘન પોલીસ તપાસને અંતે હત્યા કરનાર બીજુ કોઈ નહીં પરંતુ મૃતક સોનલની માતા કંકુબેન અને તેનો પ્રેમી ઉમંગ ઠક્કર હોવાનું સામે આવ્યું હતું. આ બંનેએ સાથે મળીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેથી પોલીસે બંન્ને હત્યારા આરોપીઓને ધ્રાંગધ્રા કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં આ કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પી.એન. ઝાલાની ધારદાર દલીલ અને તમામ દસ્તાવેજી પુરાવાઓ જોતા ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટેના જજ દ્રારા આરોપી કંકુબેન કોળી અને તેના પ્રેમી ઉમંગ ઠક્કરને ફાંસીની સજા ફટકારી દાખો બેસાડ્યો હતો.

સાહરૂખ સિપાઇ લાઈવ ગુજરાત ન્યુઝ સુરેન્દ્રનગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: