19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા

  • ધાનેરામાં 10 જેટલી દુકાનોમાં તાળા તોડી તસ્કરો થયાં ફરાર
  • ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા આરોપીઓને
  • આરોપીઓ સહિત પોલીસે 5500 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત 
  • પૂછપરછ દરમિયાન ચોરોએ ચોરી કરી હોવાનું કબુલ્યું

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં અંબિકા શોપીંગ સેન્ટરની દુકાનમાંથી બે દિવસ અગાઉ ૧૦ જેટલી દુકાનોનાં તાળા તૂટવાની સાથે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. તે બાદ ધાનેરા પોલીસે ચોરો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેના ગણતરીના કલાકોમાં જ  ધાનેરા પોલીસ દ્વારા ડીસા સ્ટેશનની બાજુમાં છાપરામાં રહેતા વિપુલ ઉર્ફે ટેણી માધાભાઇ લુહાર તથા રવિ અશોકભાઈ મોચીને ઝડપી ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.  આ યુવકોની કડક પૂછપરછ કરતાં તેમણે ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી. અને અંગ જડતી કરતાં તેમની પાસેથી 5500 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: