- ધાનેરા પોલીસને મળી મોટી સફળતા
- મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા બે ઈસમો
- ચેકપોસ્ટ પાસે વાહન ચેક કરતા ઝડપાયો 32 લાખથી વધુનો મુદ્દામાલ
- પોલીસે તપાસ માટે વધુ કાર્યવાહી હાથ ધરી
ધાનેરા પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેક રહી હતી. ત્યારે કરી નેનાવા ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ 32 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજકાલ ગુનાહિત પ્રવૃતિઓનું પ્રમાણ વધી રહયું છે. અને એમાંય ઘણી વાર આરોપીઓ પોલીસની પકડથી છુટી જતા હોય છે. ત્યારે ધાનેરા પોલીસને આજે એક મોટી સફળતા હાથ લાગી છે. ધાનેરા પોલીસ સ્ટેશનના માણસો સાથે ધાનેરાની નેનાવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન એક XUV 300 ગાડી રાજસ્થાન તરફથી આવતા તેને ચેકપોસ્ટ ઉપર રોકતા અંદર બે ઇસમ બેઠેલા હતા. જેઓની અંગઝડતીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ જેનું વજન ૨૪૬ ગ્રામ હતું . તે મળી આવતાં આવ્યું હતું ચાલક ઇસમનું નામ ઠામ પુછતાં સુરેશકુમાર લાધુરામ સાગરારામ વિશ્નોઇ તથા બાજુમાં બેસેલ ઇસમનું નામ પાબુરામ સદારામ ધનારામ છે. બંને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. અને ચાલકની ફાંટમાં ગેરકાયદેસર લાયસન્સે માદક દ્રવ્ય ક્રીમ કલરનો પાવડર મેફેડ્રોન ડ્રગ્સ હતો. આ ૨૪૬ ગ્રામ ડ્રગ્સની કિંમત . રૂ. ૨૪,૬૦,૦૦૦/- તથા XUV 300 ગાડી કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા બે નંગ મોબાઇલની કિમત .રૂ.૧૦,૦૦૦/- તથા રોકડ રકમ ૧૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૨,૮૬,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી બન્ને ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેશ ગલચર લાઈવ ગુજરાત ન્યુઝ ધાનેરા