12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

સી.આર.પાટીલના સરપંચ સંમેલનમાં ઉડ્યા ગાઈડલાઈન્સના ધજાગરા

જુનાગઢ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સરપંચ સંમેલન યોજાયો હતો. હાલ ચાલી રહેલી કોરોના મહામારીને કારણે સરકારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની ના પાડી છે. જો સામાન્ય પ્રજા નિયમો તોડે તો તેને પાસેથી ભારે દંડ વસુલવામાં આવતો હોય છે ત્યારે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક લોકોએ માસ્ક પણ દેખાયા હતા. સરપંચ સમેલનમાં જૂનાગઢ જિલ્લાના સરપંચો એ આપી હાજરી અને પેજ સમિતિ ૫૦ લાખ સભ્યોની નોંધણી થાય છે ત્યારે આવનાર દિવસોમાં ૮૦ લાખ નો ટાર્ગેટ પૂરો કરવાની તૈયારી બતાવી હતી. સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા હતા લીરેલીરા છતાં સોશિયલ ડિસ્ટન્સનું પુરે પૂરું પાલન થયું છે એવું સી.આર.પાટીલે જણાવ્યું હતું. અગાઉ પણ સી.આર પાટીલ જૂનાગઢ આવ્યા હતા ત્યારે કોરોનાના સંક્રમણના કેસો સામે આવ્યા હતા અને ગઈ કાલે એલ.આર.ડીના જવાનો નો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરતો વીડિયો વાઈરલ થયો હતો. વિડીયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે આ સંમેલનને લઈ કંઈ તપાસ થશે કે નહિ તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે આ જોતાં લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા કોરોનાને આમંત્રણ આપી રહ્યું હોય એમ લાગી રહ્યું છે .આમ જનતા માટે જ શું લાગુ પડે છે કાયદા કાનૂન એ તો આવનાર સમય જ નક્કી કરશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: