- પાટણના સિદ્ધપુરમાં હનીટ્રેપના મામલા થઇ રહ્યો છે વધારો
- હનીટ્રેપમાં ફસાવી લોકો પાસેથી પૈસા પડાવતી ટોળકીનો થયો પર્દાફાશ
- રૂ. 3.58 લાખનો તોડ કરનાર ટોળકીના 7 સભ્યોનીપોલીસે કરી અટકાયત
- ફરાર થયેલ ૨ ઇસમોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક પછી એક હનીટ્રેપના કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે છેલ્લા 4 દિવસમાં બીજો હનીટ્રેપ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સિદ્ધપુરના બિંદુસરોવર પાસે બાલીસણાના વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂ. 3.58 લાખનો તોડ કરનાર ટોળકીમાં 1 મહિલા સહીત 7 લોકોને સિદ્ધપુર પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે જયારે આ ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા બે ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સિદ્ધપુર શહેરના બિંદુસરોવર પાસે હનીટ્રેપ કરનાર ગેંગ દ્વારા બાલીસણા ગામે બંસી અમુલ પાર્લર ચલાવતા વેપારી મનીષકુમાર ભોગીલાલ પટેલને મોબાઈલ ફોન પર અવાર નવાર મીઠી મીઠી વાતચીત કરી વિશ્વાસમાં લઈ તા.17-3-2021ના રોજ સિદ્ધપુરના બિંદુસરોવ પાસે મળવા બોલાવ્યા હતા અને આ યુવતી ત્યાંથી મનીષભાઈની ગાડીમાં બેસી રાજસ્થાન તરફ જતા હતા. અમીરગઢ પાસે આ ટોળકીએ કાવતરું રચ્યા પ્રમાણે એક ગાડીમાં ટોળકી આવી પહોંચી હતી અને મનીષભાઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ધમકી આપી તેમના ખિસ્સામાં રહેલ રોકડા રૂ. 8000 હજાર પડાવી લીધા હતા અને બીજા રૂ. 3.50 લાખની માંગણી કરી ડીસા ખાતે આંગડિયામાં મંગાવીને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે અગાઉ 4 દિવસ પહેલા કલ્યાણના આચાર્યને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ જે અંગે સમાચાર પ્રસિદ્ધ થતા આ વેપારી મનીષભાઈ પણ સિદ્ધપુર પોલીસનો સંપર્ક કરાતા સમગ્ર મામલો સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ચિરાગ ગોસાઈ તેમજ તેમની ટિમ દ્વારા તપાસ હાથ ધરતા અગાઉ પકડાયેલ ગેંગના 3 અને એક મહિલા આ ચારેય આ ગુનામાં સંડોવાયેલ હતા તેમજ અન્ય 3 ઈસમો મળી આ ગેંગના કુલ 7ની અટકાયત કરી છે જયારે આ ગેંગના અન્ય 3 ઈસમોને પકડવા તજવીજ હાથ ધરી છે.
યશ દરજી લાઈવ ગુજરાત ન્યુઝ પાટણ