- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
- યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
- છેલ્લા બે દિવસથી અનેક જાહેર કાર્યક્રમમાં રહ્યા છે હાજર
- અમિત શાહ અને વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
- તો શું હવે રૂપાણી અને શાહનો પણ કરવામાં આવશે કોરોના ટેસ્ટ…?
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે હવે એના ભરડામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવી ગયા છે.લક્ષણો દેખાયા બાદ કરાયેલ ટેસ્ટ પોજીટીવ આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સારવાર અર્થે અમદાવાદ સ્થિત યુ એન મેહતા હોસ્પિટલમાં દાખલ થયા છે,


રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર અનેક લોકોના જીવ લીધા પછી પણ શાંત પડી રહ્યો નથી ત્યારે શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના પોજીટીવ આવતા સારવાર અર્થે અમદાવાદની યુ એન મેહતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર સામાન્ય લક્ષણ દેખાતા તેમણે રીપોર્ટ કરાવ્યો હતો જે પોજીટીવ આવતા તાત્કાલિક તેમને યુ એન મેહતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે દિવસથી નીતિન પટેલ અમદાવાદની મુલકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અનેક લોકાર્પર્ણ કાર્યકમમાં હાજર રહ્યા હતા .જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહ્યા હતા, શનિવારે પણ ગાંધીનગર સ્થિત આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટના ઉદ્દધાટન કાર્યકમમાં પણ તેઓ અમિત શાહ અને વિજય રૂપાણીની સાથે હાજર રહ્યા હતા,
- હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ