25 C
Ahmedabad
Monday, November 29, 2021
spot_imgspot_img

Latest Posts

ભાદરવી પુનમ પહેલાં પગપાળા સંઘોનું અંબાજી તરફ પ્રસ્થાન

  • ભાદરવી પુનમ પહેલાં પગપાળા સંઘોનું અંબાજી તરફ પ્રસ્થાન
  • ભાદરવી પુનમ માટે શ્રાવણમાસમાં પગપાળા યાત્રાનો થયો પ્રારંભ
  • ભાવિક ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો
  • ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે સંઘની પદયાત્રા રખાઇ હતી મોકુફ

ગત વર્ષે કોરોનાના કહેરને કારણે ભાદરવી પુનમના મેળાને તકેદારીના ભાગરૃપે બંધ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવતાં સંઘની પદયાત્રા પણ મોકુફ રખાઇ હતી. આ વર્ષે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાની સાથે સાથે  સંભવિત કોરોનાની ત્રીજી લહેર અગાઉ અંબાજીમાં માતાજીના દર્શનાર્થે જતાં પદયાત્રીઓ ભાદરવી પુનમને લઇ શ્રાવણમાસમાં જ પગપાળા યાત્રા શરૃ કરી દીધી છે. હાલમાં જિલ્લાના માર્ગો ઉપર અંબાજી તરફ જતાં પદયાત્રીઓ નજરે પડી રહ્યાં છે. તેમજ  ભાવિક ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શરૃ થયેલી કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા પણ તહેવાર ને લઈને તમામ આયોજનો રદ કરવાનું જણાવી દેવામાં આવ્યું હતું. દર વર્ષે ભાદરવી પુનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પદયાત્રા કરીને માતાજીના દર્શનાર્થે જતાં હોય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રમાણે અંબાજી તરફના માર્ગો ઉપર ભાવિક ભક્તો માટે પણ વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે. જેથી તેમને યાત્રા દરમિયાન કોઇ તકલીફ પડી શકે નહીં સાથે જ તે પ્રકારનું આયોજન પણ હાથ ધરાતું હોય છે. આમ ગત વર્ષે કોરોનાકાળમાં ભાદરવી પુનમનો મેળો મોકુફ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવતાં સંઘની પદયાત્રા પણ મોકુફ રખાઇ હતી.  આ વર્ષે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાની સાથે  કોરોનાના કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે   તો બીજી તરફ સંભવિત કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા પણ લોકોને સુચના તો આપવામાં આવી છે. તદુપરાંત આગામી દિવસોમાં આવનાર ભાદરવી પુનમના મેળામાં સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને શ્રાવણમાસમાં જ પગપાળા સંઘોએ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે તો હાલમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના માર્ગો ઉપર પણ પદયાત્રીઓ નજરે પડી રહ્યાં છે.

 તો માર્ગો ઉપર આમ તો દર વર્ષે પગપાળા જતાં ભાવિક ભક્તો માટે સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે વહેલા નિકળેલાં સંઘોના પગલે તેનું આયોજન પણ થઇ શક્યું નથી. તેથી નિયમોનું પાલન કરીને જય અંબેના નાદ કરીને પ્રયાણ કરી રહ્યાં છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: