24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દિયોદર પોલીસ એક્શન મોડમાં માસ્ક વગર નીકળતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી

  • માસ્ક વગર નીકળતા લોકો સામે દિયોદર પોલીસની કાર્યવાહી
  • નવા પીએસઆઈ હાર્દિક દેસાઈએ ચાર્જ સંભાળતાની સાથે જ કાર્યવાહી આરંભી
  • કોરોનાનું સંક્રમણ રોકવા માટે દિયોદર પોલીસ તંત્રને સજ્જ કર્યું
  • માસ્ક ફરજિયાત પહેરવા પોલીસ દ્વારા આહવાન કરવામાં આવ્યું

દિયોદર પોલીસ સ્ટેશનમાં નવા પીએસઆઈ હાર્દિક દેસાઈએ ચાર્જ સંભાળતાની સાથેજ કોરોના વાઇરસ સામે લડવા માટે અને કોરોનાને રોકવા માટે દિયોદર પોલીસ તંત્રને સજ્જ કર્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ દિન પ્રતિદિન કોરોના વાઈરસના કેસો સામે આવતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં હાઇવે વિસ્તાર પર માસ્ક વગર નીકળતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કોરોના વાઈરસ સામે સાવચેતી રાખવા માટે માસ્ક ફરજિયાત પહેરવા આહવાન કરવામાં આવ્યું છે. અને સોસીયલ ડિસ્ટન્સ રાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આજે દિયોદર પોલીસ દ્વારા પણ દિયોદર-ભાભર રોડ પર માસ્ક વગર નીકળતા અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સાવચેતી રાખવા માટે માસ્ક ફરજીયાત પહેરવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત  ન્યુઝ દિયોદર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: