12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રતનટાટાને ભારત રત્ન આપવાની માંગ

  • રતનટાટાને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા પર માંગ
  • રતન ટાટાએ લખ્યું- નિવેદન છે કે, આ કેમ્પેઈન બંધ કરી દો
  • ટાટાને ભારત રત્ન આપવાની મોટિવેશનલ સ્પીકરે શરૂ કરી માંગ
  • યુઝર્સને ટાટાની ખુબીઓના પણ ભરપેટ વખાણ કર્યા

ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગણી કરવામાં આવી રહી છે. તે માટે સોશિયલ મીડિયા પર #BharatRatnaForRatanTata કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે હવે રતન ટાટાએ જાતે જ મીડિયામાં નિવેદન જાહેર કરીને આ કેમ્પેઈન રોકવા કહ્યું છે.

રતનટાટાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી લોકોની મને એક અવોર્ડ આપવાની માંગણી થઈ રહી છે. હું તમારી ભાવનાની કદર કરુ છું. પરંતુ તમને વિનમ્ર અપીલ કરુ છું કે આ અભિયાન બંધ કરો. હું ભારતીય હોવા માટે અને ભારતના વિકાસ માટે યોગદાન આપવા માટે પોતાની જાતને ભાગ્યશાળી માનુ છું. મોટિવેશનલ સ્પીકર ડૉ. વિવેક બિંદ્રાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગણી કરી હતી. બિંદ્રાએ લખ્યું હતું કે, રતન ટાટા વિશ્વાસ રાખે છે કે આજના એન્ટરપ્રિન્યોર્સ ભારતને આગામી રસ્તા પર લઈ જઈ શકે છે. અમે તેમને ભારત રત્ન આપવાની માંગણી કરીએ છીએ. અમારા આ અભિયાન સાથે જોડાઓ અને પોસ્ટને વધારેને વધારે શેર કરો. ત્યારપછી ટ્વિટર પર #RatanTata અને #BharatRatnaForRatanTata ટોપ ટ્રેન્ડમાં આવી ગયું. સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત રતન ટાટાના સારા કામોને પોસ્ટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટાટાએ દરેક મુશ્કેલ સમયમાં દેશનો સાથ આપ્યો છે અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: