23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

દિલ્લી પોલીસ કમિશ્નરે લીધી બોર્ડરની મુલાકાત

  • દિલ્લી બોર્ડર ખાતે ખેડૂત આંદોલન યથાવત્  
  • દેશના અનેક રાજ્યોના ખેડૂતોએ આપી રહ્યા છે આંદોનને સમર્થન 
  • સમર્થન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોચી રહ્યા છે દિલ્લી 
  • ૬ ફેબ્રુઆરીએ ૩ કલાક માટે ચક્કા જામ કરવાની ખેડૂતોએ કરી જાહેરાત
  • દિલ્લી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

છેલ્લા લાંબા સમયથી ખેડૂતો દિલ્લી બોર્ડર ખાતે આંદોલન કરી રહ્યા છે. કૃષિ બીલને રદ્દ કરવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દેશના અનેક રાજ્યોના ખેડૂતોએ ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યું છે. અંદોલનને સમર્થન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લી પહોચી રહ્યા છે. જેને લઇ ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ૬ ફેબ્રુઆરીએ દેશભરમાં 3 કલાક માટે ચક્કાજામ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જેને લઇ દિલ્હી બોર્ડર પર પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. દિલ્લી પોલીસ કમિશ્નરે ગાઝીયાપુર બોર્ડરની મુલાકાત લીધી હતી.

દિલ્લી બોર્ડર ખાતે ખેડૂત આંદોલન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. આંદોલનને સમાપ્ત કરવા સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અનેક વખત બેઠકોમાં ચર્ચા થઇ પરંતુ ચર્ચાનું પરિણામ નહિ આવતા ખેડૂત આંદોલન યથાવત છે. ખેડૂત આંદોલનને ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાંથી આંદોલનને સમર્થન આપવા દિલ્લી ખાતે પહોચી રહ્યા છે. જેને લઇ ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ૬ ફેબ્રુઆરીએ દેશભરમાં 3 કલાક માટે ચક્કાજામ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. કિસાન એકતા મોર્ચાએ જણાવ્યું કે, 41 ખેડૂત યુનિયનોએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કા જામ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ દિલ્હી બોર્ડરે પણ પોલીસે  કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. દિલ્હી પોલીસે દિલ્હી-ઉત્તર પ્રદેશને જોડનાર ગાજિપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર ભારે બેરિકેડ્સ લગાવી દીધા છે. કાંટાળા તારથી રસ્તો રોકવાનો પણ પ્રયાસ કરાયો છે. અનેક લેયરના બેરિકેડ્સ અને સીમેન્ટેડ વોલ્સ લગાવવામાં આવી છે. તો ગાજિપુર બોર્ડર પર રસ્તાઓ પર મોટા ખિલ્લાઓ લગાવવામાં આવ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસ અને સરકાર દ્વારા ખેડૂતોની હેરાનગતિ બંધ નહીં કરાય ત્યાં સુધી સરકાર સાથે કોઇ મંત્રણા નહીં યોજાય. મોરચાએ જણાવ્યું હતું કે, સરકાર તેની પોલીસ અને તંત્રની મદદથી બેરિકેડિંગમાં વધારો કરી, સડકો પર ખિલ્લા લગાવી, કાંટાળી વાડ સર્જી, આંતરિક રસ્તા અને ઇન્ટરનેટ બંધ કરી અને ભાજપ-આરએસએસના કાર્યકરો દ્વારા હુમલા કરાવી ખેડૂતોની સુનિયોજિત હેરાનગતિ કરી રહી છે. દિલ્લી પોલીસ કમિશ્નરે ગાઝીયાપુર બોર્ડરની મુલાકાત લીધી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: