24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દિલ્લી હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

  • દેશમાં કોરોનાના કેસોમાં ઘરખમ વધારો
  • વધતા સંક્રમણને લઇ દિલ્લી હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ
  • ઓક્સિજનની અછતને લઈ દાખલ અરજી અંગે સુનાવણી સાથે કર્યા આદેશ
  • ફેક્ટરીઓ ઓક્સિજનની રાહ જોઈ શકે છે, દર્દી નહીં : દિલ્લી હાઇકોર્ટ

દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે વધતા જતા સંક્રમણ ને કારણે  દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઈન્ડસ્ટ્રીઝનો ઓક્સિજન સપ્લાય તાત્કાલિક બંધ કરવા આદેશ  કર્યા છે. સાથે જ  કોર્ટે મેક્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને લઈ દાખલ અરજી અંગે સુનાવણી કરતા આ આદેશ  આપતા  કોર્ટે કહ્યું હતું કે ઓક્સિજન પર પહેલો અધિકાર દર્દીનો છે. સાથે કેન્દ્ર સરકારને કહ્યુ કે તમે આજીજી કરો, ઉધાર લો અથવા ચોરી કરો આ સાથે કોઈ નિસ્બત નથી પરંતુ ગમે રીતે ઓક્સિજન લઈને દર્દી સુધી પહોચાડો.. અમે દર્દીઓને આ રીતે મરતા જોઈ શકતા નથી.

વધતા સંક્રમણ સામે સર્જાઈ રહલી ઓક્સીજન ની અછત ને લઇ ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને રેખા પલ્લીની બનેલી ખંડપિઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દર્દીઓ માટે હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે. આ સંજોગોમાં સરકાર આટલી બધી બેદરકારી કેવી રીતે દાખવી શકે છે ? જો ટાટા કંપની તેનો ઓક્સિજન ક્વોટાને ડાયવર્ટ કરી શકે છે તો અન્યો શા માટે આમ કરી શકતા નથી ? શું માનવતાની કોઈ જ જગ્યા બચી નથી ?  ​​​​​​​શું ખરેખર માનવ જીવન સરકાર માટે મહત્વપૂર્ણ નથી ? વધુમાં કોર્ટે નાસિકમાં ઓક્સિજનથી થયેલા મોતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ઉદ્યોગ ઓક્સિજન પુરવઠા માટે આટલા દિવસો સુધી રાહ જોઈ શકે છે, પણ અહીં વર્તમાન સ્થિતિ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ છે.

ખંડપિઠે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે આ કેવી રીતે શક્ય છે કે સરકાર ગંભીર પ[પરિસ્થિતિ ની  હકીકતથી આટલી અજાણ કેમ છે…?  અમે લોકોને મરવા દેવા છોડશું નહીં. ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું કે તમે ઓક્સિજન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છો,

તેનું શુ થયું ? આ ઈમર્જન્સીનો સમય છે. સાથે જ આ ગંભીર પરિસ્થિતિ ની સરકારે હકીકત બતાવવી જોઈએ. નોંધનીય  છે કે ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને રેખા પલ્લીની ખંડપિઠે મંગળવારે પણ સર ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને લઈ એક અરજી પર સુનાવણી કરી હતી. ખંડપિઠે આ અંગે કેન્દ્ર સરકારને ટકોર કરી હતી. કોર્ટે તમામ બાબતને ધ્યાન માં લઇ કહ્યું હતુ કે ઈન્ડસ્ટ્રીઝ ઓક્સિજનની રાહ જોઈ શકે છે, દર્દીઓ નહીં. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: