- દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખ્યો
- કોરોના દરમ્યાન અનેક ડોકટરો, પેરામેડીકલ સ્ટાફના સભ્યોએ ગુમાવ્યો છે જીવ
- આ વર્ષના તમામ ડોક્ટર્સને ભારતરત્ન આપવા કેજરીવાલે લખ્યો પીએમને પત્ર
- ભારતીય ડોકટરોને ભારત રત્ન આપીએ તો તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે : કેજરીવાલ
- જીવના જોખમે સેવા આપી રહેલા વોરીયર્સ એવોર્ડ આપવો જોઈએ :મનીષ સિસોદિયા
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવી દીધો હતો. લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ખડેપગે દર્દીઓની સેવા કરનાર અનેક ડોકટરો પણ કોરોના સામેની જંગમાં હારી ગયા છે. ફ્રન્ટ લાઈન વર્કર્સ તરીકેની ફરજ બજાવતા દરમ્યાન ડોકટરો તેમજ પેરામેડીકલ સ્ટાફે જીવ ગુમાવ્યો છે. ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પત્ર લખી ચાલુ વર્ષનો ભારત રત્નનો એવોર્ડ ભારતીય ડોક્ટરોને આપવો જોઈએ તેવો પ્રસ્તાવ મુક્યો છે.


કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા હતા. ત્યારે અનેક લોકોએ કોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે ફ્રન્ટ લાઈન વોરીયર્સ તરીકે ફરજ બજાવતા અનેક ડોકટરો પણ મોતને ભેટ્યા છે. અનેક ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ડોકટરોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તે માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. કેજરીવાલે પત્રમાં જણાવ્યું કે ચાલુ વર્ષનો ભારત રત્નનો એવોર્ડ ભારતીય ડોક્ટરોને આપવો જોઈએ. આવું કહેવાનો મારો અર્થ કોઈ નિશ્ચિત વ્યક્તિ નથી. પરંતુ તમામ ડોક્ટર્સ, નર્સ અને પેરામેડીકલ છે. જેમણે કોરોનાની બીજી લહેરમા ફરજ દરમિયાન જાન ગુમાવ્યો છે. કેજરીવાલે પત્રમાં લખ્યું કે કોરોના સામે લડતા ઘણા ડોક્ટરો અને નર્સ શહીદ થયા છે. જો સરકાર ભારત રત્ન આપે તો તે તેમને માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. લાખો ડોક્ટરોએ પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. ભારત રત્ન સિવાય તેમને માટે બીજું કોઈ માન સન્માન નથી. તે ઉપરાંત દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું દેશના ડૉક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફના લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા તેમને સન્માન તો જરુર મળવું જોઈએ.