24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

  • દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
  • “આપ” ગુજરાતમાં કરશે ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ
  • ૧૪ મે ના રોજ  કેજરીવાલ આવશે ગુજરાત
  • અમદાવાદ નવરંગપુરામાં કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
  • સવારે 10:20 વાગે અમદાવાદમાં થસે આગમન
  • ત્યાર બાદ બપોરે વલ્લભભવન ખાતે કરશે પ્રેસ કોન્ફરન્સ
  • ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો જોડાશે આપ પાર્ટીમાં  
  • કાર્યક્રમ બાદ કેજરીવાલ સાંજે દિલ્હી પરત ફરશે

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને આડે હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે તે પહેલાથી જ રાજકીય પક્ષોએ  ચૂંટણી જીતવાની તૈયારીઓ શરુ કરી દીઘી છે.ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ શુક્રવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આગામી સપ્તાહે ગુજરાત આવીને આપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.

આગામી વર્ષ ૨૦૨૨ના ડીસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટી હવે આગામી સપ્તાહથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યું છે. જે અર્થે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ૧૪ મેના રોજ અમદાવાદ આવી રહ્યા છે. તેઓ સોમવાર સવારે ૧૦:૩૦ કલાકે અમદાવાદ આવશે અને અમદાવાદના નવરંગપુરા સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે .ત્યારબાદ તેઓ બપોરે પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે.તે જ વખતે ગત મહીને એક ખાનગી ચેનલના વડા તરીકે રાજીનામું આપનાર ઈશુદન ગઢવી પણ આપમાં જોડાશે તેમની સાથે અન્ય આગેવાનો પણ આપમાં જોડાશે.ત્યારબાદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ફેબ્રુઆરીમાં યોજાયેલ ૮ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન સૂરત મહાનગર પાલિકામાં શાનદાર દેખાવ કરીને કોંગ્રેસને પાછળ રાખી વિપક્ષ પદ પણ મેળવી લીધું છે .આ ઉપરાંત ખાનગી ચેનલના વડા તરીકે સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપનાર ઈશુદન ગઢવીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ થી અટકળો ચાલતી હતી કે તેઓ આપમાં સામેલ થશે તેના પર પણ શનિવારે પૂર્ણવિરામ મુકાય ગયું છે.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: