24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટી બેઠકમાં લેવાયો નિર્ણય

  • મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટી બેઠકમાં લેવાયો નિર્ણય
  • 18 મેં સુધી લંબાવાયુ  રાત્રી કર્ફ્યું અંગે લેવાશે નિર્ણય
  • 36 શહેરોમાં લંબાવાયા નિયંત્રણો
  • આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી
  • દિવસે સંપૂર્ણ બંધ અને રાત્રે કરફ્યું નો અમલ
  • ચશ્માં અને બેકરીની દુકાનો રહેશે ચાલુ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોને નિયંત્રણમાં મુકવા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાલ અમલી રાત્રી કર્ફ્યુની મુદત લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આવતીકાલે પૂર્ણ થઇ રહેલ રાત્રી કર્ફ્યું સહીત અન્ય માર્ગદર્શિકાની સમીક્ષા હેતુ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટિની બેઠક યોજાય હતી.  જેમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ આગામી ૧૧ મે સુધી લંબાવવામાં આવ્યો છે, આમ  12 થી 18 મે સુધી એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

જો કે કોર કમિટીમાં કરાયેલ નિર્ણય અનુસાર  ચશ્માની તેમજ બેકરી સાથે જીવન જરૂરી  આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો ખુલ્લી રાખવા અંગે મંજુરી આપવામાં આવી છે.પરંતુ  ચા અને પાન ગલ્લા જેવી અન્ય દુકાનો ના ખોલવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.કરફ્યુ સમય સિવાય અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ ઉપરાંત તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: