12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

દાદરા નગર હવેલી પોલીસની થઇ રહી છે પ્રશંસા

  • દાદરા નગર હવેલી પોલીસની થઇ રહી છે પ્રશંસા
  • દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનાર આરોપીની ચાર્જસીટ કોર્ટમાં કરી દાખલ
  • ઘટનાને ૧ મહિનો પૂર્ણ થાય તે પહેલા ચાર્જસીટ કોર્ટમાં કરી દાખલ
  • ફાસ્ટટ્રેક કેસ ચલાવવા એસપીએ કરી કોર્ટને અપીલ

દાદરા નગર હવેલીના નરોલી ગામે માસુમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની ચાર્જ સીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આરોપીને જલ્દીમાં જલ્દી સજા થાય તે માટે એસપીએ ફાસ્ટટ્રેક કેસ ચલાવવા કોર્ટને અપીલ કરી છે. એક મહિનો વીતે એ પહેલા પોલીસે સંપુર્ણ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરતા સોશિયલ મીડિયામાં પોલીસની કામગીરીની સરાહના થઇ રહી છે. 

રાજ્યમાં દુષ્કર્મ બાદ હત્યા કરવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો દાદરા નગર હવેલીના નરોલી ગામે બનવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ ગત 12 માર્ચને શુક્રવારે સાંજે 4-30 વાગ્યાના સુમારે નરોલી ગામે આવેલ એક સોસાયટીમાં રહેતો આરોપી સંતોષ બીટ્ટુએ પડોસમાં રહેતી 4 વર્ષની માસુમ બાળકીને પોતાના હવાસનો શિકાર બનાવી હતી. બિલ્ડીંગના પેસેજમા રમતી દીકરીને સંતોષ પેસેજમાંથી હાથ પકડી પોતાની રૂમમા લઇ ગયો હતો. સાથે સાથે બાળકીના ઘરનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ધારદાર હથિયાર વળે બાળકીનુ ગળું કાપી નાખ્યુ હતુ અને એક થેલામા ભરી રૂમમા છુપાવી દીધી હતી. જોકે આ ઘટનાને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. દાદરા નગર હવેલી પોલીસ વિભાગે બાળકીના મૃત્યુના એક મહિનો વીતે એ અગાઉ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમા રજુ કરી છે. એક મહિનો વીતે એ પહેલા ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી એ બાબતે પોલીસ વિભાગની સરાહના થઇ રહી છે.

પ્રકાશ કેસુર લાઈવ ગુજરાત ન્યુઝ દમણ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: