12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ક્રૂર હરકત

  • જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ક્રૂર હરકત
  • ઘરમાં ઘૂસીને કરી SPO અને પરિવારની કરપીણ હત્યા
  • દંપતિને હરિ પરિગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા દફન

આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે ગત મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના કુટુંબ પર અંધાધુધ ફાયરીંગ કર્યું હતું . આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાત્રીના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને તેમની ઈજાગ્રસ્ત દીકરીએ સવારે દમ તોડ્યો હતો.

ગત રાત્રીના 11:00 વાગ્યાની આસપાસના સમયે કેટલાક આતંકવાદીઓએ એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હલ્લાબોલ કર્યો હતો. આતંકવાદીઓએ તેમના પર, તેમની પત્ની રજા બેગમ અને દીકરી રાફિયા પર અંધાધુધ ગોળીબાર કર્યો હતો. 41 વર્ષીય ફૈયાઝ અહમદ, તેમના પત્ની અને દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જોકે એસપીઓ અને તેમના પત્નીનું પ્રાણ પંખેરું રસ્તામાં જ ઉડી ગયું હતું. તેમની દીકરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી પરંતુ સવારે તેણે પણ દમ તોડી દીધો હતો. અવંતીપોરાના એસપીઓ ફૈયાઝ પોતાના કુટુંબીજનો સાથે દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા હરિપરિગામ ત્રાલ ખાતે રહેતા હતા. આતંકવાદીઓએ રાતના સમયે તેમના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. સવારે એસપીઓ અને તેમના પત્નીને હરિપરિગામ ખાતે આવેલા તેમના ગામમાં જ દફન કરવામાં આવ્યા હતા અને સેંકડો લોકો તેમના જનાજામાં પણ સામેલ થયા હતા. આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળો દ્રારા આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધખોળ પણ ચાલુ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: