19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ચોટીલા માતાજી ડુંગર પર પૂનમ નિમિત્તે દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ

  • ચોટીલા માતાજી ડુંગર પર પૂનમ નિમિત્તે દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ 
  • ચામુંડા માતાજીના ચરણોમાં ભક્તજનો પોતાના શીશ ઝુકાવી બન્યા પવિત્ર
  • બહેન પોતાના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરવા આવે છે આ મંદિરે 
  • ભક્તિમાં લીન લોકોએ કોરોના ગાઈડલાઈન્સના ઉડાડ્યા ધજાગરા    

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન રક્ષાબંધનોનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે શ્રાવણ માસની પૂનમ સાથે રક્ષાબંધનના તહેવાર નિમિતે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર ભક્તજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ચામુંડા માતાજીના ચરણોમાં ભક્તજનોએ પોતાના શીશ નમાવી પવિત્ર બન્યા હતા.આ સાથે જ ભક્તિ માં લીન લોકોએ કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. 

સમગ્ર ભારતમાં ગતરોજ પવિત્ર શ્રાવણમાસની પૂનમના દિવસે હિન્દૂ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર બહેન તેના ભાઈની રક્ષા માટે સુતરનો તાંતણો પહેરાવીને માતાજી પાસે ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે.અને આ તહેવાર ઉત્સાહથી ઉજવાતો હોય છે. ત્યારે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા અને  બહેન પોતાના ભાઈની રક્ષા માટે માતાજી પાસે પ્રાર્થના કરવા માટે ડુંગર પર 635 જેટલા પગથિયા ચડીને અરજ કરવા માટે આવતી હોય છે. જેને લઈને ગતરોજ પૂનમ અને રવિવાર તેમજ રક્ષાબંધન આ ત્રેણેયનું મિલન હોવાથી ભક્તજનોનું ઘોડાપુર ઉમટ્યું હતું.અહીં ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને ભક્તજનોને માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્ટ જેવી સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં દર્શન કરવાની લાલચમાં લોકો કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા નજરે જોવા મળે છે.

વિક્રમસિંહ જાડેજા, લાઈવ ગુજરાત ન્યુઝ,ચોટીલા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: