24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વીઝા લઇ પાક. ગયેલા 100 કાશ્મીરીઓ પરત ન આવતા એજન્સીઓ એલર્ટ

  • વીઝા લઇ પાક. ગયેલા 100 કાશ્મીરીઓ પરત ન આવતા એજન્સીઓ એલર્ટ
  • પાક. કાશ્મીરી યુવકોને ગેરમાર્ગે દોરી આતંકી બનાવી રહ્યું હોવાના મળ્યા પુરાવા
  • પાકિસ્તાનથી જે લોકો પરત આવ્યા તેમની કરાઇ હતી તપાસ

પાકિસ્તાન કાયદેસરના વીઝાના આધારે ગયેલા કાશ્મીરના આશરે 100 યુવકો પરત નથી ફર્યા અને જેને પગલે સિક્યોરિટી એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. એવી શંકા છે કે આમાંથી કેટલાક યુવકો પરત ફર્યા બાદ ગુમ છે અને તેઓ ઘરે પણ નથી આવ્યા. તેમજ લશ્કરે મુસ્તફા સંગઠનના વડા આતંકીને શરણ આપનારા બે કાશ્મીરીઓની ધરપકડ અને  સર્ચ ઓપરેશન હાથ ધરાયું  છે.

આ વિસ્તારના યુવકો કાયદેસરના વીઝા લઇને પાકિસ્તાન ગયા હતા પણ પછી ઘરે પરત નથી આવ્યા, આવા આશરે 100 જેટલા યુવકો પર હવે એજન્સીઓ વોચ રાખીને બેઠી છે. હાલ તેમના પરિવારજનો પણ તેમને શોધી રહ્યા છે અને પરત આવવાની અપીલ કરી રહ્યા છે. ખાસ કરીને કાશ્મીરના શોપિયાં, કુલગામ અને અનંતનાગ તેમજ પુલવામા જિલ્લાના યુવકો મોટી સંખ્યામાં આતંકી સંગઠનોમાં સામેલ થઇ ગયા હોવાની પણ શંકા અગાઉ વ્યક્ત કરાઇ હતી. જે યુવકો પાકિસ્તાનથી પરત આવ્યા તેમની પણ તપાસ કરાઇ હતી અને તેમને કેટલાક સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે. સાથે જ જે યુવકો હાલ પાકિસ્તાન જઇ રહ્યા છે તેમના જવાના ચોક્કસ કારણો અને ડોક્યુમેન્ટ્સ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તેમજ આ સિૃથતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના ડીજીપી દીલબાગસિંહે કહ્યું હતું કે આતંકીઓ હાલ કાશ્મીરમાં પોતાનું હાઇડઆઉટ શોધી રહ્યા છે કે જેથી પાકિસ્તાનમાંથી જે હિથયારો ઘુસાડવામાં આવી રહ્યા છે તેને પણ છુપાવી શકાય અને ભવિષ્યમાં તેનો ઉપયોગ મોટા હુમલા માટે કરી શકાય. તે સાથે જ આતંકીઓ હાલ રાજૌરી જેવા સર્વ ધર્મના લોકો રહેતા હોય તેવા વિસ્તારોમાં શાંતી ડોળવા માટે ધાર્મિક સૃથળો પર હુમલાના કાવતરા પણ ઘડી રહ્યા છે કે જેથી હિંસા ભડકાવી શકાય. આ કાવતરૂ પાકિસ્તાનની આઇએસઆઇ અને આતંકી સંગઠનો દ્વારા રચવામાં આવ્યું છે જે કેટલાક આતંકીઓની ધરપકડ બાદ સામે આવ્યું છે.  જમ્મુમાં લશ્કરે મુસ્તફા નામના આતંકી સંગઠનના વડાને શરણ આપવાના આરોપો હેઠળ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુમાંથી લશ્કરે મુસ્તફા નામના આતંકી સંગઠનના ચીફ હદીયાતુલ્લા મલિકની ધરપકડ કરવામાં આવી હતી, તે એક ખાનગી કારમાં જઇ રહ્યો હતો ત્યારે ઝડપાઇ ગયો હતો. તેની તપાસ કરતા સામે આવ્યું છે કે મલિકને નાઝીર ભટ અને ફારૂક અહેમદ નામના બે સૃથાનિકોએ પોતાના ઘરમાં શરણ આપી હતી. પોલીસ સ્ટેશનમાં કોઇ જ વેરિફિકેશન કરાવ્યા વગર તેમને રહેવા દેવાયા હતા. જેને પગલે પોલીસ દ્વારા જે નિયમો જાહેર કરાયા છે તેના ઉલ્લંઘન હેઠળ અને આતંકીને શરણ આપવાના આરોપો હેઠળ બન્નેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: