15 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વરદહસ્તે ખેડૂતોને પાક સહાયના ચેક વિતરણ કરાયા

  • ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉંઝા દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ
  • ખેડૂતો પાકનું વાવેતર કરવા પ્રેરાય માટે ખાસ ઊંઝા એ.પી.એમ.સી ખેડૂતોની વ્હારે આવી
  • પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વરદહસ્તે ખેડૂતોને પાક સહાયના કરાયા ચેક વિતરણ
  • સી.આર. પાટીલના હસ્તે 10 ગામના 977 લાભાર્થી ખેડૂતોને આપવામાં આવી સહાય
  • ખેડૂતોને કુલ 38,45,089  રૂપિયાની પાક સહાય ચુકવવામાં આવી

ઊંઝા તાલુકામાંથી જીરૂ-વરિયાળી અને ઇસબગુલ જેવા પાકો લુપ્ત થતા જાય છે. માવઠા તથા ભેજવાળા હવામાન પ્રત્યે આ પાકો સંવેદનશીલ હોવાથી ખેડૂતો વાવેતર કરતા ગભરાય છે. આથી ખેડૂતો ઉપરોક્ત પાકનું વાવેતર કરવા પ્રેરાય એ માટે ખાસ ઊંઝા એપીએમસી ખેડૂતોની વ્હારે આવી છે અને જીરું,વરિયાળી અને ઇસબગુલ પકવતા ખેડૂતોને એક એકરની મર્યાદામાં રૂપિયા ચાર હજાર આઠસોની પાક સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત આજે ઉંઝા માર્કેટ યાર્ડ હૉલ ખાતે આયોજિત ચેક વિતરણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે 10 ગામના 977 લાભાર્થી ખેડૂતોને કુલ સહાય 38,45,089  રૂપિયાની પાક સહાય ચુકવવામાં આવી હતી.

એપીએમસી દ્વારા ઊંઝા તાલુકાના 10 વર્ષથી 70 વર્ષની વયના નાગરિકોને એક લાખના અકસ્માત વીમા યોજનાના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા. કાયૅક્રમની શરૂઆતમાં એ.પી.એમ.સી. ઉંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા ઉંઝા માર્કેટ યાર્ડ ખાતે વેપારીઓ તેમજ ખેડૂત લક્ષી વિવિધ સુવિધાઓનો ચિતાર રજૂ કરી ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત આમંત્રિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં ઉંઝા ખેત ઉત્પાદન બજાર સમિતિના ડિરેક્ટરો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સહિત વેપારીઓ,ખેડુતો દ્વારા  પુષ્પગુચ્છ, શાલ તથા મોમેન્ટો દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રજનીભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફીયા તથા મંચસ્થ મહાનુભાવોનુ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ઉંઝાના પનોતા પુત્ર અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, ઉંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ, ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોર,  ઉંઝા એ.પી.એમ.સીના ચેરમેન દિનેશભાઇ પટેલ, પ્રદેશ મંત્રી પંકજભાઈ- ચૌધરી, ઝોન પ્રભારી કનુભાઈ પટેલ, જીલ્લા પ્રભારી કૌશલ્યા કુવંરબા, કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, જીલ્લા તથા તાલુકાના હોદેદારો  તેમજ એ.પી.એમ.સીના ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.

અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ મહેસાણા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: