23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

2022ની વિધાનસભા ચૂંટણી ને લઇ સી આર પાટીલનું એલાન

  • 2022ની વિધાનસભા ચૂંટણી ને લઇ સી આર પાટીલનું એલાન
  • ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડશે : સી આર પાટીલ
  • ગાંધીનગર ખાતે કમલમ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે કરી જાહેરાત
  • મુખ્યમંત્રી પદના ઉમેદવાર બદલવાની વાત પર સી આર પાટીલનું પૂર્ણવિરામ
  • આગામી વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચુંટણી ને લઇ ઘણી અટકળો ચાલી રહી છે આ સાથે

સ્વતંત્રતા દિવસે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બદલવાની વાત તેમજ આગામી ચૂંટણીમાં પણ સી.એમ રૂપાણીના જ નેતૃત્વ ને લઈને ચાલી રહેલી અટકળો સામે આજે સ્વતંત્રતા દિવસે કમલમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત સીઆર પાટીલે આ વાત પર પૂર્ણવિરામ મૂકીને આગામી ચૂંટણીમાં પણ સી.એમ રૂપાણીના જ નેતૃત્વમાં ચૂંટણી લડાશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ સી.આર પાટીલે કમલમ ખાતે ધ્વજવંદન બાદ ચૂંટણી નેતૃત્વમાં પરિવર્તન મુદ્દે નિવેદન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, “બેઉ સારું કામ કરે છે” આ બંનેના નેતૃત્વમા જ આગામી ચૂંટણી લડીશુ!’ જે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડશે.

નોંધનીય છે કે આજ રોજ ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ધ્વજ-વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તીરંગો લહેરાવી રાષ્ટ્રીગીતનું પઠન કરી દેશના 75માં સ્વતંત્રના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાનું 75મું વર્ષએ સમગ્ર દેશ માટે અને દેશના નાગરિકો માટે અમૃત મહોત્સવનું વર્ષ છે. આજે આપણે સૌ ઉલ્લાસ, ઉમંગ સાથે સ્વતંત્રતા માણી રહ્યા છીએ તે સ્વતંત્રતા મેળવી આપવા માટે દેશના લાખો યુવાનોએ પોતાની છાતી પર ગોળીઓ જીલી છે, પોતાની જવાની જેલોમાં સપડાવી છે, માતા બહેનોએ પોતાના યુવાન દિકરા અને ભાઇઓને શહીદ થતા નરી આંખે જોયા છે. તેમણે 75માં સ્વતંત્રા દિવસ નિમિત્તે સૌ ગુજરાતી ભાઇ-બહેનો, યુવાનોને શુભેચ્છા પાઠવી હતી અને વારસામાં મળેલ સ્વતંત્રાને અકબંદ્ધ રાખવા માટે તમામ બનતા પ્રયત્ન કરવાની અપીલ કરી હતી.

વિજય રૂપાણી ના મુખ્યમંત્રી તરીકે ના શાસનકાળ દરમિયાન ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઓગસ્ટ બાદ રાજ્યમાં સૌથી વધુ શાસન કરનારા ચોથા મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાતમાં સૌથી વધુ નરેન્દ્ર મોદીએ 4,610 દિવસ શાસન કર્યું છે, જ્યારે બીજા નંબર પર રહેલા હિતેન્દ્ર દેસાઈએ 2062 દિવસ અને ત્રીજા નંબર પર રહેલા માધવસિંહ સોલંકીએ 2049 દિવસ રાજ કર્યું છે. ત્યાર બાદ 1825 દિવસના શાસન સાથે વિજય રૂપાણી ચોથા નંબર પર છે. એટલું જ નહીં, કેશુભાઈ પટેલના 1533 દિવસના શાસનનો પણ રેકોર્ડ તોડ્યો છે. આમ, ગુજરાતના અત્યારસુધીના કુલ 16 મુખ્યમંત્રીમાંથી 12 મુખ્યમંત્રીને પાછળ છોડી નરેન્દ્ર મોદી સહિતના ચાર મુખ્યમંત્રીની હરોળમાં આવી જશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: