24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પશુ માંસ સહીત ગૌવંશ બિનવારસી હાલતમાં મળી આવ્યા

  • અંકલેશ્વરના ખરોડની સીમમાંથી પશુમાંસ સહીત ગૌવંશ બિનવારસી હાલતમાં મળ્યા
  • પાંચ વાછરડા બે ગાય સહીત પશુ માંસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો
  • અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં આમલાખાડી પાસેથી 5 વાછરડા 2 ગાય સહીત પશુ માંસનો જથ્થો બિનવારસી હાલતમાં રૂરલ પોલીસને મળી આવતા,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આમલાખાડી પાસે પાંચ વાછરડા, બે ગાય તેમજ પશુ માંસનો જથ્થો હોવાની બાતમી રૂરલ પોલીસને મળી હતી, જે બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા ગૌવંશ તેમજ પશુ માંસ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. સાથે જ રૂરલ પોલીસે 5 વાછરડા અને બે ગાયને મુક્ત કરીને પાંજરાપોળ ખાતે મોકલી આપી ગૌવંશની હત્યા કરનાર આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: