8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોનાનો ડબલ મ્યૂટંટ અગાઉ કરતા વધુ ઝડપી પણ ઘાતક નહીં

  • કોરોનાનો ડબલ મ્યૂટંટ અગાઉ કરતા વધુ ઝડપી પણ ઘાતક નહીં : નિષ્ણાતો
  • બ્રિટનના વેરિએંટ કરતા ભારતીય વેરિએંટની ગતિ વધુ
  • મહારાષ્ટ્રમાં ડબલ મ્યૂટંટના સૌથી વધુ કેસ

અત્યારે દેશભરમાં જયારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે ભલે કોરોના વાઇરસના ભારતીય સ્ટ્રેન ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યા હોય પણ તે ભયાનક હોવાના પુરાવા ખુબ જ ઓછા મળ્યા છે.

નિષ્ણાંતોએ તો એવો દાવો કર્યો છે કે કોરોના વાઇરસનો ભારતીય સ્ટ્રેન અને બ્રિટનના કોરોના વાઇરસનો સ્ટ્રેન બન્ને મોટા ભાગે સરખા છે પણ તે અત્યંત જોખમી હોવાના કોઇ વધુ પુરાવા નથી મળ્યા. પણ એ પુરાવા મળ્યા છે કે આ વાઇરસ અત્યંત ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આપણા દેશના કોરોના વાઇરસને ડબલ મ્યૂટંટ, બી.૧.૬૧૭ વેરીએન્ટ ઓફ સાર્સ-કોવી૨ કે ભારતીય સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે .આ વાયરસની વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અને દિલ્હીમાં પણ આ વાઇરસના સ્ટ્રેઈન જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં લીધેલા સેંપલના 50 ટકા સેંપલ ડબલ મ્યૂટંટના હોવાનું જ સામે આવ્યું હતું.  હાલ જે પણ કઈ દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે તેની આ સ્ટ્રેન પર અસર થઇ રહી છે. બીજી તરફ નિષ્ણાંતોએ લોકોને આપણણે વધુ સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.  નિષ્ણાંતોનો એવો દાવો છે કે ભારતમાં હાલ વાઇરસનો જે ડબલ મ્યૂટંટ છે તે બ્રિટનના વેરિએંટ કરતા પણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: