23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત : હર્ષવર્ધન

  • કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત : હર્ષવર્ધન
  • કોરોના રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક : ડૉ. હર્ષવર્ધન
  • દેશમાં હજી સુધી ૮ લાખ લોકોને મુકાઇ ગઈ છે કોરોના રસી

સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોરોના વેક્સિન અંગે અનેક વખત તેની યોગ્યતા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ વચ્ચે દેશમાં ઘણા લોકોના મનમાં વેક્સિન લગાવવાને લઈને શંકાઓ છે. કોરોના વેક્સિન અંગે શંકાઓ દૂર કરવા માટે હવે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને નિવેદન આપ્યું છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ કોરોના વેક્સિનને લઈને અફવાઓ પર ધ્યાન ન આપે, રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને અસરકારક છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા  COVID-19 વેક્સિનને લઈને સંકોચ સંબંધિત મુદ્દાના સમાધાન માટે તૈયાર કરેલા પોસ્ટર જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને આ પોસ્ટરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને તેને એક વ્યાપક અભિયાન બનાવવાનો આગ્રહ કર્યો છે. કોરોના રસીને યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા ડો.હર્ષવર્ધને કહ્યું હતુ કે, દેશમાં આઠ લાખ લોકોને રસી મુકાઈ છે. અને આંગળીના વેઢે ગણાય તેટલા લોકોમાં તેની આડઅસર જોવા મળી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: