- કોરોનાના દર્દીઓને મળશે હવે મળશે તેજસ ટેક્નિકથી પ્રાણવાયુ
- ડીઆરડીઓ તેજસ ટેક્નિકને હવે આમ જનતા માટે ખુલ્લી મુકાશે
- સિયાચીનનાં શિખરો પર તૈનાત સૈનિકોને તેજસ ટેક્નિકથી અપાય છે પ્રાણવાયુ
- તેજસ કોકપિટની હવાને ઓક્સિજનમાં બદલવાની સિસ્ટમ વરદાન રૂપ
- કોરોના ના કપરાકાળમાં તેજસ કોકપિટ હોસ્પિટલો માટે સાબિત થશે વરદાન
- તેજસ ટેકનીક થી પાંચ લિટર પ્રતિ મિનિટના દરે 60 દર્દીને મળશે ઓક્સિજન
- સપ્લીમેન્ટલ ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ ડોક્ટરની ગેરહાજરીમાં પણ જરૂર ઉપયોગી
દેશમાં વકરી રહેલા કોરોના ની સાથે સાથે દેશની સરહદો પર પણ કોરોનાની અસર વર્તાતી જોવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિ સાથે સાથે સિયાચીનનાં શિખરો પર તૈનાત સૈનિકો, તેજસ યુદ્ધવિમાનના પાઈલટમાં ઘણી સમાનતા છે. હાલ મહામારી વચ્ચે આ ત્રણેય ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. જે ટેક્નિકથી તેજસના પાઈલટ અને અત્યંત ઊંચાઈએ તૈનાત સૈનિકોને પ્રાણવાયુ અપાય છે, તે સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ થઈ શકશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ આ ટેક્નોલોજીને અસૈનિક ક્ષેત્ર માટે ખુલ્લી મૂકી છે. તેને બનાવતી ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી સાથે અનેક ખાનગી ઉદ્યોગ સંપર્કમાં છે.


નોંધનીય છે કે તાજેતરમાં પડી રહેલી ઓક્સીજાની અછતને તેજસ કોકપિટની હવાને ઓક્સિજનમાં બદલવાની સિસ્ટમ હોસ્પિટલો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ ઓનબોર્ડ ઓક્સિજન જનરેશન સિસ્ટમ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ જેવું છે. જેનાથી હોસ્પિટલ ઓક્સિજન બાબતે આત્મનિર્ભર થઈ શકે છે. વૈજ્ઞાનિકો તેને અસૈનિક ઉપયોગમાં પરિવર્તિત કરવા મથામણ કરી રહ્યા છે. વધુ માહિતી મુજબ સપ્લીમેન્ટલ ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ પાંચ લિટર પ્રતિ મિનિટના દરે 60 દર્દીને ઓક્સિજન આપી શકે છે. જરૂરિયાતના હિસાબે તેમાં વધારો-ઘટાડો કરી શકાય છે. તેમજ આ સીસ્ટમ ને આધારે આવો એક પ્લાન્ટ 47 લિટરવાળા 60 સિલિન્ડર એક દિવસમાં ભરી શકે છે. જેને 24 કલાક ચલાવી શકાય છે. વધુ માહિતી મુજબ અરુણાચલની તવાંગ ઘાટીમાં વર્ષ 2017માં આવો પ્લાન્ટ લગાવાયો છે, જેનાથી સૈનિકો માટે ઓક્સિજન સિલિન્ડરનો પુરવઠો પહોંચાડાય છે.
તેમજ ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉપયોગ થતી સપ્લીમેન્ટલ ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ ઘરેલુ ઉપયોગ માટે ઉપયોગી છે. જેમાં ઓક્સિમીટર લાગું હોય છે અને સિલિન્ડરમાંથી જરૂરીયાત મુજબ ગેસ રિલીઝ થતો હોય છે. આમાં ડોક્ટરની દેખરેખની જરૂર રહેતી નથી. આ સીસ્ટમમાં દર્દીના કાંડા પર લાગેલું પલ્સ ઓક્સિમીટર પોર્ટેબલ સિલિન્ડર સાથે વાયરલેસ સંપર્કમાં રહે છે. જેના કારણે દર્દીને જેટલો જરૂર હોય એટલો જ ઓક્સિજન મળે છે.