16 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્ય સાથે અમદાવાદમાં વકર્યો કોરોના

  • અમદાવાદમાં કોરોના દર્દીઓનો ફાટ્યો રાફડો
  • મોટી મોટી હોસ્પિટલમાં પણ બેડ થયા ફુલ
  • સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સ વેઈટિંગમાં  
  • દિવસ અને રાત દરમિયાન 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં
  • એમ્બ્યુલન્સમાંથી દર્દીને કયો બેડ આપવો તે માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં
  • એક દિવસ દરમિયાન 12 કલાકમાં જ 17 ડેડબોડી નીકળી બહાર

દિવસે ને દિવસે વર્ષ ૨૦૨૦ ની છબીનું જાણે પુનરાવર્તન થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં હાલ સર્જાઈ રહ્યા છે. ફરી એકવાર કોરોનાને કારણે અમદાવાદની સ્થિતિ ભયાનક બની રહી છે, જેને કારણે હવે મોટી મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ રહ્યા  છે. દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો પ્રશ્ન છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી રાખવી પડે છે. આ બધાની સાથે હવે અમદાવાદ નજીકની હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય તેવા દૃશ્યો દેખાઈ રહ્યા છે. ભયાવહ સ્થિતિ એવી છેકે, દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઉતારે ત્યારે કયો બેડ આપવો તે માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યા છે. જેના કારણે હવે નવા દર્દી માટે શુ કરવું તે ચિતાનો વિષય બન્યો છે. આ માટે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. બે દિવસ પહેલા રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમા એક દિવસમાં 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળી હતી. આ સમયે મૃતકોનાં સ્વજનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર એક જાય અને બીજી તૈયાર હતી. આ દૃશ્ય મહા ભયાનકતાની ચાડી ખાતું હતું.

એની સાથે સાથે દર્દીનાં સ્વજનો ત્યાં પહેરેલાં માસ્ક અને ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે ચડ્યાં હતાં. 1200 બેડ હોસ્પિટલની પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી હતી, જ્યાં સતત સ્વજનો દુઃખી ચહેરે આવતાં હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક હતું. ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તેમજ એની સાથે તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું. પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારને અર્ચર ખાતે લઈ જવા માટે કહેવાયું હતું.​​​​​​​ 1200 બેડ હોસ્પિટલની પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી હતી, જ્યાં સતત સ્વજનો દુઃખી ચહેરે આવતાં જોવા મળ્યા હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક હતું. ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તેમજ એની સાથે તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: