22 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

અમેરિકામાં કોરોનાના કેસોમાં થયો ધરખમ વધારો

  • અમેરિકામાં ફૂટ્યો કોરોના-બોમ્બ
  • એક દિવસમાં 1,00,000થી વધુ નોંધાયા કોવિડ-19ના કેસ
  • ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસોમાં થયો વધારો
  • સ્વાસ્થ મંત્રાલયે લોકોને ફરી માસ્ક પહેરવાની કરી અપીલ
  • મે મહિનામાં માસ્ક ન પહેરવાની આપી હતી છૂટ

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના કેસોના એક લાખથી વધુ કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે. દુનિયામાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં મંગળવારે 5 લાખ 77 હજાર 348 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એ દરમિયાન 4 લાખ 46 હજાર 507 દર્દી કોરોનાથી સાજા થયા છે. 9460 દર્દીનાં કોરોનાને કારણે મોત થયાં છે.

અમેરિકામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને હાઇ રિસ્કના વિસ્તારોમાં વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. ડેલ્ટા વેરિયન્ટના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્શન(CDC)ના ડાયરેક્ટર રોશેલ વેલેંસ્કીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને માસ્ક પર લીધેલા નિર્ણય વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન અસરકારક છે, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ પહેલાં CDCએ મે મહિનામાં વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે માસ્ક ન પહેરવાની છૂટ આપી હતી. જોકે CDCએ અપીલ કરી હતી કે જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે અને હોસ્પિટલમાં માસ્કનો ઉપયોગ કરવો. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 61,581 કેસ સામે આવ્યા છે.જયારે બ્રિટનમાં છેલ્લા 7 દિવસથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. દરેક સપ્તાહમાં 21.5%નો ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યાં 17 જુલાઇએ 54,674 નવા કેસો નોંધાયા હતા. જ્યારે 26 જુલાઇએ 24,950 અને 27 જુલાઇએ 23,511 નવા કેસો નોંધાયા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: