8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વાર કેન્દ્ર પર કર્યો પ્રહાર

  • કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વાર કેન્દ્ર પર કર્યો પ્રહાર
  • ટ્વીટ કરીને ખેડૂતોની લોન માફીનો મુદ્દો ઉઠાવ્યો
  • મિત્રોનું દેવુ માફ થઇ શકે છે, તો દેશના અન્નદાતાનું કેમ નહી : રાહુલ ગાંધી
  • શું ખેડૂતોને દેવા મુક્ત કરવા મોદી સરકારની પ્રાથમિકતા નથી : રાહુલ ગાંધી

દેશમાં કોરોના મહામારી વચ્ચે દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન જારી છે. આ આંદોલનને સમર્થન આપતા રાહુલ ગાંધી ઘણીવાર સરકાર પર શાંબ્દિક પ્રહાર કરી ચુક્યા છે. આ ઉપરાંત વિપક્ષે દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી હતી. આ સાથે જ ખેડૂતોની લોન માફીનો મુદ્દો ઉગ્ર બન્યો છે. બુધવારે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ફક્ત મૂડીવાદીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. રાહુલ ગાંધીનો પ્રત્યેક દિવસે એક ટ્વીટ તો હોય જ છે. આજે ફરી એકવાર તેમણે એવું ટ્વીટ કર્યુ છે અને સરકાર પર માત્ર મૂડીવાદીઓની સહાય કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એક અહેવાલ શેર કર્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારે સંસદમાં સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોનું દેવુ માફ કરવાની કોઈ પણ યોજના નથી. ખેડૂતો પર 16.80 લાખ કરોડની કૃષિ લોન પણ બાકી છે. આ રીપોર્ટ સાથે રાહુલ ગાંધીએ એવું લખ્યું કે, જ્યારે તમે દોસ્તોનું દેવું માફ કરો છો ત્યારે દેશનાં અન્નદાતાઓનું કેમ નહીં? ખેડૂતોને દેવા મુક્ત બનાવવું એ મોદી સરકારની પ્રાથમિકતા નથી. આ અન્યાય છે. ઉલ્લેખનીય કે, સંસદમાં લેખિત સવાલોનાં જવાબમાં એવું પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની લોન માફી માટે શું પગલાં લઈ રહી છે. જેના પર નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે એવો ઉત્તર આપ્યો હતો કે, હાલમાં સરકાર લોન માફીની કોઈ યોજના પર કામ કરી રહી નથી. જો આપણે નાબાર્ડનાં આંકડા જોઈએ તો હાલમાં, ખેડૂતો પર 16.8 લાખ કરોડનું દેવું છે. બીજી બાજુ , રાજ્યોની યાદીમાં તમિલનાડુ મોખરે છે, જ્યાં ખેડૂતોનું દેવું 1.89 લાખ કરોડ રૂપિયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: