24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ
  • ટ્વીટ કરી રાહુલ ગાંધીએ આપી જાણકારી
  • સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
  • સામાન્ય લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
  • દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાને થયો કોરોના
  • પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં AIIMSમાં કરાયા દાખલ

મોટા દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી . રાહુલ ગાંધીએ કહ્યુ કે, હળવા લક્ષણ દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે કોરોના પ્રોટોકોલનું પાલન કરે અને સુરક્ષિત રહે. છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલનાડુની ચૂંટણીઓ માટે રેલીઓ કરી રહ્યા હતા. બે દિવસ પહેલાં જ તેમણે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓને રદ્દ કરી દીધી હતી.

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને કોરોના સંક્રમિત થયાં છે.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અગાઉ પણ કોરોના સંક્રમિત થયા હતાં. હાલ તબિયત લથડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમજ  દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુનીતા કેજરીવાલ ઘરમાં આઈસોલેટ થઈ ગયા છે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: