21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના રોડમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાનો આક્ષેપ

  • અમદાવાદના જશોદાનગરને એસ.પી. રીંગ રોડમાં ત્રણ મહિનામાં જ ખાડા
  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ફેસબુક પર શેર કર્યો વિડીયો
  • નવા રોડના કામમાં કઈ હદે ભ્રષ્ટાચાર થયો છે તેનો પુરાવો છે વિડીયો- મોઢવાડિયા
  • માત્ર 3 મહિના પહેલા જ બનેલ આ 6 લેન હાઈવેની કપચી ઉખડીને બહાર આવી
  • શહેરોમાં નવા ભળેલા વિસ્તારોમાં વિકાસકામોના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર

અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાની સીજન અડધી પણ થઇ નથી ત્યાં તો વરસાદના કારણે જુના તો ઠીક નવા બનેલા રોડ પર પણ ખાડા પડી ગયા હોવાનું સામાન્ય બનતું જાય છે. ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ સોશિયલ મીડિયા પર વિડીયો મુકીને જશોદાનગરથી એસ પી રીંગ રોડથી જોડતા હાઇવેના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા એ ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી અમદાવાદના જશોદાનગરને એસ.પી. રીંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વિડીયો સેર કરી જણાવ્યું હતું કે માત્ર 3 મહિના પહેલા જ બનેલ આ 6 લેન હાઈવેની કપચી ઉખડીને બહાર આવી ગઈ છે. રોડ બનાવવા માત્ર નામ પુરતો ડામર વપરાયો હોય અને બાકીના નાણાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના સત્તાધીશોના ગજવામાં ગયા હોય એટલે આવું થાય તે સ્વાભાવીક છે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં મેં અમદાવાદ અને પોરબંદરના રસ્તાઓ નિહાળ્યા છે. એકપણ રસ્તો એવો નથી જે તુટ્યો ના હોય. લોકોને સ્માર્ટ સિટીઓના સ્વપ્નો બતાવીને ગુજરાતના શહેરોના રોડ રસ્તાઓ બિસ્માર બનાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ કામોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને કામના નામે માત્ર લોટ, પાણી અને લાકડા જેવા કામો થયા છે. જેના કારણે થયેલ કામો માત્ર બે-ત્રણ મહિનામાં બિસ્માર બની જાય છે અને લોકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે.  અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એકલા અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 75 કરતા વધુ ભુવાઓ પડે છે, ચાલુ વર્ષે પણ અત્યાર સુધી 15 થી વધુ ભુવા પડી ચુક્યા છે. એક ભુવાના સમારકામ પાછળ 20 થી 25 લાખ જેટલો ખર્ચ થાય છે અને જનતાના પૈસા વેડફાય છે. છતાં માત્ર બે ઈંચ વરસાદમાં ઘોંટણ સમા પાણી ભરાઈ જાય છે. વધુમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે લોકોએ કોર્પોરેશનથી લઈને કેન્દ્ર સુધી ભાજપને સત્તા આપી છે, જેના બદલામાં ભાજપે લોકોને હાલાકી સિવાય કંઈ જ આપ્યુ નથી. ત્યારે લોકોને લોકોની પણ જાગૃત થવુ પડશે અને પોતાને પડી રહેલ હાલાકી અને ભ્રષ્ટચાર સામે અવાજ ઉઠાવવો પડશે.

ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: